આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકામાં આવેલા અશોકગઢ ગામે રસ્તા અંગે સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘ્વારા તેનો કોઇ હકારાત્મક નિર્ણય ના લેવાતા અશોકગઢના ગ્રામજનો છેલ્લા 13 દિવસથી પાલનપુર પાલનપુર કલેટકર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા છે.
આગામી ર૬ જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી પાલનપુર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થવાની હોવાથી ગ્રામજનોએ આ કાર્યક્રમમાં જઇ કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાનું નકકી કર્યુ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 13 દિવસથી કલેકટર કચેરી બહાર પ્રતિક ઉપવાસ બેઠા હોવા છતાં તંત્ર ઘ્વારા કોઇ હકારાત્મક પગલા કે કોઇ નિર્ણય નહી લેવાતા તેમને હવે મુખ્યમંત્રીના કાર્યક્રમનો કાળા વાવટા બતાવી વિરોધ કરશે.

24 Sep 2020, 11:54 AM (GMT)

COVID-19 Global Stats

32,392,337 Total Cases
987,010 Death Cases
23,900,109 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code