વડગામ: ડાલવાણા ગામે 1 અઠવાડિયામાં 5 ઘરોના તાળા તૂટ્યા

અટલ સમાચાર,વડગામ બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં એક જ અઠવાડિયામાં રાત્રીના સમયે એક સાથે પાંચ મકાનના તાળા તોડીને તસ્કરો દ્રારા અલગ અલગ મકાનમાં પડેલ એક લાખ રૂપિયા અને દર દાગીનાની ચોરી કરીને છુમંતર થઇ ગયા હતા. તો બીજી બાજુ અગાઉની ચોરી માટે ડોગ સ્કોવડ લાવવા છતાં હજુ પોલીસ ચોરોને પકડવામાં નિષ્ફળ રહી છે. અને રાત્રી
 
વડગામ: ડાલવાણા ગામે 1 અઠવાડિયામાં 5 ઘરોના તાળા તૂટ્યા

અટલ સમાચાર,વડગામ

બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં એક જ અઠવાડિયામાં રાત્રીના સમયે એક સાથે પાંચ મકાનના તાળા તોડીને તસ્કરો દ્રારા અલગ અલગ મકાનમાં પડેલ એક લાખ રૂપિયા અને દર દાગીનાની ચોરી કરીને છુમંતર થઇ ગયા હતા. તો બીજી બાજુ અગાઉની ચોરી માટે ડોગ સ્કોવડ લાવવા છતાં હજુ પોલીસ ચોરોને પકડવામાં નિષ્ફળ રહી છે. અને રાત્રી દમ્યાન પેટ્રોલિંગ થાય છે કે નહિ તેને લઇ ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહીતી મુજબ ડાલવાણા ગામમાં અગાઉ શ્રીમાળી વાસમાં શુક્રવારના રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમો દ્રારા બંધ પડેલા પાંચ મકાનોના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને મકાનમાં પડેલા ૧,૦૮૩,૫૦(એક લાખ ત્યાસી હજાર પચ્ચાસ રુપિયા) ના દાગીનાની ચોરી કરીને નાસી છુટ્યા હતા. સવારે આ બાબતની જાણ આસપાસના લોકોને થતાં મકાનના માલિકો અને પોલીસને જાણ કરાઇ હતી. જેના પગલે પોલીસે ડોગ સ્કવોર્ડની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી. પણ પછી બુધવાર રાત્રે પ્રજાપતિ, પંચાલના મહોલ્લામાં ચોરોએ રાત્રીના ૧ થી ૩ વાગ્યાના સમયે અલગ અલગ ૫ મકાનના તાળા તોડી એક લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીના લઈ છૂમંતર થઈ ગયા હતા. ત્યારે ડાલવાણા એક જ અઠવાડિયામાં બીજી વાર ચોરી થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને અગાઉ ની ચોરી માટે ડોગ સ્કોવડ લાવવા છતાં પોલીસ ચોરોને પકડવામાં નિષ્ફળ રહી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.

આ અંગેની જાણ છાપી પોલીસ મથકે કરવા છતાં ચોરોને પકડવા માટે ગુરુવાર બપોર સુધી પોલીસ દ્વારા ડોગ સ્વકોડ કે કોઈ જ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી ન હતી. ત્યારે આ અંગે ગામના મહિલા સરપંચના પતિ કાંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું આવી ઘટના એક જ અઠવાડિયામા બીજી વાર ગામમાં બની છે અને પોલીસને જાણ કરવામાં આવી છે. પણ પોલીસ દ્વારા તાત્કાલિક ચોરોને પકડવામાં આવે તેવી અમારી અને ગ્રામજનોની માગ છે.