વડગામઃ રખડતા ઢોરોને કારણે ખેડૂતો તથા સ્થાનીકો પરેશાન

અટલ સમાચાર, વડગામ વડગામમાં પશુઓના માલિકો દ્રારા ગાયો દુધ આપવાનુ બંધ કરે એટલે આ ગાયોના માલિકો દ્રારા ગાયોને રેઢી રખડતી છોડી દેવાય છે. જેના કારણે આ રઝળતી છોડી દેવાતી ગાયો વડગામ પંથકના ગામડાઓમાં રખડીને ચારો ચરતી હોય છે. કેટલીક વાર તો ખેડૂતોના ઉભા પાકોમાં પણ રાત્રીના સમયે ખેતરમાં ગુસી જઇને પાકોને પણ ભારે નુકશાન પહોચાડતી
 
વડગામઃ રખડતા ઢોરોને કારણે ખેડૂતો તથા સ્થાનીકો પરેશાન

અટલ સમાચાર, વડગામ

વડગામમાં પશુઓના માલિકો દ્રારા ગાયો દુધ આપવાનુ બંધ કરે એટલે આ ગાયોના માલિકો દ્રારા ગાયોને રેઢી રખડતી છોડી દેવાય છે. જેના કારણે આ રઝળતી છોડી દેવાતી ગાયો વડગામ પંથકના ગામડાઓમાં રખડીને ચારો ચરતી હોય છે. કેટલીક વાર તો ખેડૂતોના ઉભા પાકોમાં પણ રાત્રીના સમયે ખેતરમાં ગુસી જઇને પાકોને પણ ભારે નુકશાન પહોચાડતી રહી છે. છતાં પણ તંત્ર દ્રારા આવા રઝળતા ફરતા પશુઓના માલિકો સામે કોઇ જ કાર્યવાહી ન કરાતા કેટલાક પશુઓના માલિકોને છુટ્ટો દોર મળી રહ્યો છે. આવો જ એક કિસ્સો વડગામના આંબેડકર નગરના પરા વિસ્તારમા ધ્યાને આવવા પામ્યો છે. વડગામના પરા વિસ્તારના આંબેડકર નગરમાં ૨ માર્ચ ના રોજ ગાય બિમાર પડતા સ્થાનિક લોકોએ ડૉ.ને બોલાવીને ગાયને સારવાર અપાવાઇ હતી. અને થોડીવાર બાદ આ ગાયને વાછરડીનો જન્મ અપાયો હતો. ત્યાના લોકો દ્રારા વડગામ મામલતદાર, વડગામ પોલીસ મથકના પીએસઆઇ એમ.આર.મોહનીયાને જાણ કરવા છતા કોઇ જ કાર્યવાહી કરાઇ ન હતી. ત્યારે રાત્રીના સમયે મગરવાડા ગામનો દેવજીભાઇ નામનો યુવક ગાય અને વાછરડીને પોતાના ઘરે લઇ ગયો હોવાનુ લોકો એ જણાવ્યુ હતુ. ત્યારે જવાબદાર તંત્ર દ્રારા આવા રીઢા છોડી દેતા ગાયોના માલિકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાય જેથી રઝળતી ગાયોના કારણે લોકોની તકલીફ ઓછી થાય તે માટે તંત્ર લાલ આંખ કરે તેવી લોકની માંગ ઉઠવા પામી છે.