આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાની મેતા અને કોદરાલી ગ્રામ પંચાયતના સરપંચ માટે તેમજ મેતા ગ્રામપંચાયતના વૉર્ડ ના સભ્ય માટેનુ મતદાન રવિવારના રોજ યોજાયુ હતુ. જેની મતગણતરી મંગળવારના વડગામ મામલતદાર કચેરી ખાતે હાથ ધરી હતી. મેતા અને કોદરાલી પંચાયતની ચુટણીના સરપંચ માટે તેમજ મેતા વૉર્ડના સભ્ય માટેની પેટાચુટણી યોજવામાં આવી હતી. જેની મતગણતરી હાથ ધરાતાં મેતા ગામના યોગન્દ્રભાઈ ભાણાભાઇ સોલંકીને ૧૪૪૩ મત મળ્યા હતા જયારે તેમની સામેના હરીફ ઉમેદવાર રમીલાબેન પુંજાભાઇ પરમાર ને ૯૮ મત જ્યારે સુનીલ કુમાર કાન્તીલાલ શેખલીયાને ૩૧ મત મળ્યા હતા. જ્યારે મેતા વૉર્ડના સભ્યમાં ચંદનજી પ્રતાપજી વાઘેલાને ૨૨૪ મત તેમજ તેમના હરીફ ઉમેદવાર મુરતુજાભાઇ નરસીભાઇ પલાસાણીયાને ૫૪ મત મળ્યા હતા. જયારે કોદરાલી પંચાયતના સરપંચના ઉમેદવાર પવનબેન પ્રકાશ કુમાર બારોટને ૩૮૮ મત તેમજ ગુણવંતિબેન અશોક કુમાર બારોટને ૧૮૫ મત મળ્યા હતા.
આમ આજે જાહેર થયેલા પરીણામ મુજબ મેતા પંચાયતના સરપંચ માટે યોગેન્દ્ર કુમાર સોલંકીને વધુ મત મળતાં સરપંચ પદે ચુંટાયેલા જાહેર કરાયા હતા. તેમજ સભ્યપદે ચંદનજી વાઘેલાને હરીફ ઉમેદવાર થી વધુ મત મળતાં સભ્ય પદે ચુટાઇ આવ્યા હતા તેમજ કોદરાલી સરપંચ માટે પવનબેન બારોટને હરીફ ઉમેદવાર થી વધુ મત મળતા તેમને સરપંચ પદે ચુટાયેલા જાહેર કરાયા હોવાનુ ચુટણી અધિકારી કે.ડી.પંડયા,તેમજ બી.કે.ખસોર ને જણાવ્યુ હતુ. આમ તાલુકા ની બે પંચાયતના સરપંચની માટેની પેટા ચુંટણીનુ પરીણામ જાહેર થતાં કભી ખુશી કભી ગમના દ્રશ્યો સર્જાયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code