વડગામ તાલુકામાં સબસીડીવાળા બિયારણનું બારોબાર વેચાણ

અટલ સમાચાર, વડગામ દુકાનદારો, તાલુકાના ખેતીવાડીના અધિકારી અને ખાનગી મંડળીઓની મીલીભગતથી ખેડૂતો અને સરકારને લાખો રૂપિયાનો ચૂનો વડગામ તાલુકામાં છેલ્લા છેલ્લા કેટલાય સમયથી ખેતી વિષયક મંડળીઓ અને અધિકારીઓ દ્વારા ખેડૂતો માટે આવતું સબસીડીવાળું બિયારણ, ટાઢપત્રીઓ, ખાતરોની કીટ સહિતનુ વેચાણમા નિયમોનુ ઉલંઘન થઈ રહ્યું છે. ખેડૂતોને મળવાની જગ્યાએ ખાનગી દુકાનદારો સાથે તાલુકા ખેતીવાડીના અધિકારી અને મંડળીઓની
 
વડગામ તાલુકામાં સબસીડીવાળા બિયારણનું બારોબાર વેચાણ

અટલ સમાચાર, વડગામ

દુકાનદારો, તાલુકાના ખેતીવાડીના અધિકારી અને ખાનગી મંડળીઓની મીલીભગતથી ખેડૂતો અને સરકારને લાખો રૂપિયાનો ચૂનો

વડગામ તાલુકામાં છેલ્લા છેલ્લા કેટલાય સમયથી ખેતી વિષયક મંડળીઓ અને અધિકારીઓ દ્વારા ખેડૂતો માટે આવતું સબસીડીવાળું બિયારણ, ટાઢપત્રીઓ, ખાતરોની કીટ સહિતનુ વેચાણમા નિયમોનુ ઉલંઘન થઈ રહ્યું છે. ખેડૂતોને મળવાની જગ્યાએ ખાનગી દુકાનદારો સાથે તાલુકા ખેતીવાડીના અધિકારી અને મંડળીઓની મીલીભગતથી બારોબાર વેચાણ કરી વકરો એટલો નફો રળી રહ્યા છે.

વડગામ તાલુકામાં મંડળી માટેનુ લાયસન્સ મેળવી અધિકારીઓથી સેટિંગ કરી તે બિયારણ દુકાનદારને વેચવા માટે આપવામાં આવે છે. ખેડૂતોને જે સબસીડી મળવી જોઈએ તે મળતી નથી અને આ સબસીડીનું અધિકારીઓ અને દુકાનદારો બારોબારીયું કરી વડગામ તાલુકાના ખેડૂતોને લાખોનો ચૂનો લગાડ્યો છે.  સરકારે તાલુકામાં આવેલી જે બિયારણની દુકાનો છે તેમાંથી કેટલી દુકાનોએ સબસીડીવાળું બિયારણ વેચ્યું અને કેટલા ખેડૂતોને વેચ્યું અને કેટલું વેચ્યું અને ખેડૂતે જો દુકાનદારને પૂરતા રૂપિયા આપ્યા હોય તો સબસીડીના રૂપિયા ક્યાં ખાતામાં ગયા ?  આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે તો કોઈ રાજકીય અગ્રણીઓના પગ તળે રેલો જવાની સંભાવના હોવાનું તાલુકામાં ચર્ચાઈ રહ્યું છે.