વડગામઃ કૃષિ મહોત્સવમાં અધિકારીઓ-પદાધિકારીઓ પેટભરી જમ્યા, અન્નદાતા ભુખ્યા રહ્યા

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી) વડગામ તાલુકા મથકે આવેલા માર્કેટયાર્ડ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડગામ પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, પદાધિકારીઓ અને સરકારી તંત્રના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. કૃષિ મહોત્સવ પત્યા બાદ જમવા માટે પડાપડી થતાં વડગામ કૃષિ મહોત્સવમાં આવેલા કેટલાક ખેડૂતો જમ્યા વગર ઘરે રવાના થઈ ગયા
 
વડગામઃ કૃષિ મહોત્સવમાં અધિકારીઓ-પદાધિકારીઓ પેટભરી જમ્યા, અન્નદાતા ભુખ્યા રહ્યા

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકા મથકે આવેલા માર્કેટયાર્ડ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડગામ પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, પદાધિકારીઓ અને સરકારી તંત્રના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. કૃષિ મહોત્સવ પત્યા બાદ જમવા માટે પડાપડી થતાં વડગામ કૃષિ મહોત્સવમાં આવેલા કેટલાક ખેડૂતો જમ્યા વગર ઘરે રવાના થઈ ગયા હતા.

વડગામઃ કૃષિ મહોત્સવમાં અધિકારીઓ-પદાધિકારીઓ પેટભરી જમ્યા, અન્નદાતા ભુખ્યા રહ્યા

જમવાની અવ્યવસ્થાના કારણે ઉપસ્થિત કેટલાક ખેડૂતોએ જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેનાને રજુઆત કરતાં જિલ્લા પંચાયત સદસ્ય જમવાના સ્થળે દોડી જઇને જમવાની અવ્યવસ્થાને થાળે પાડવા ભારે મથામણ કરી હતી ત્યારે ઉપસ્થિત ખેડૂતોમાં એકજ ચર્ચા સાંભળવા મળી હતી કે સરકારના કૃષિ મહોત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓ માટે વી.વીઆઇ.પી જમવા માટેની વ્યવસ્થા કરાય છે. જ્યારે જેના માટેનો આ મહોત્સવનું આયોજન કરાયું છે તે ખેડૂતોને જમવા માટે અવ્યવસ્થા સર્જાય તે આયોજકો માટે શરમજનક બાબત કહેવાય.

આયોજકો માત્ર ખેડૂતો અને લોકોની ભીડ ભેગી કરીને સરકારી કાર્યક્રમને તાયફારુપ બનાવી રહ્યા છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ લોકો સુધી પહોંચી શકતો નથી સરકારી બાબુઓ અને પદાધિકારીઓની જુગલ જોડીઓ મળી જઇને સરકાર દ્વારા લોકોના હીત માટે કરાતાં સરકારી કાર્યક્રમમોને પણ તાયફારુપ બનાવી રહ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને કસુરવાર સરકારી બાબુઓ અને પદાધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી સરકારને બદનામ થતી અટકાવાય તેવી લોકલાગણી ઉભી થઈ છે.

વડગામના એક ખેડૂતે નામ ન લખવાની શર્તે જણાવ્યું હતું કે અમે જમ્યા વગર ભૂખ્યા જઈએ છીએ.અમે તો ઘરે જઈને પણ જમી લેશું પરંતું કૃષિ મહોત્સવમાં ખેડૂતોને જમાડવાના મોટા બિલો ઉધારીને સરકારી બાબુઓ કૃષિ મહોત્સવના નામે મોટા બિલો મંજુર કરાવી દેશે

જિલ્લા પંચાયત સદસ્ય શું કહે છે

આ બાબતે જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેનાને ટેલીફોનનીક પુછપરછ કરતાં જણાવ્યું હતું કે જમવા માટે એક સાથે લોકો આવી પહોંચતાં એક જ કાઉન્ટર હોવાથી થોડીવાર માટે અવ્યવસ્થા સર્જાઇ હતી. પરંતુ મને જાણ થતાં જ હું જઇને વ્યવસ્થા કરાવી હતી અને જમવાનું ઉપરથી વધ્યું હતું.

વડગામના કૃષિ મહોત્સવમાં કોણ હાજર રહ્યું

રવિવારના વડગામ કૃષિ મહોત્સવમાં જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, જિલ્લા સમાહર્તા, જિલ્લા વિકાસ અધિકારી, વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, ટીડીઓ એ.એમ.પરમાર, તેમજ તાલુકા અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ, વડગામ માર્કેટયાર્ડના ચેરમેન કેશર ભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના, વડગામ સરપંચ એસોસિયેશનના પ્રમુખ ભગવાનસિંહ સોલંકી સહિત તાલુકા ભાજપના પદાધિકારીઓ સાથે તાલુકા ભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.