આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના મેમદપુર ગામમાં વણકર સમાજ દ્ર્રારા રામાપીરના મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે હવનયજ્ઞ તેમજ મૂર્તિઓની ધામધુમથી પધરામણી કરવામાં આવી હતી. મેમદપુર પેપોળ જવાના માર્ગ પર આવેલા રામાપીરના મંદીરે મેમદપુર ગામના વણકર સમાજના લોકો દ્ર્રારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી મંદિરને શણગારવાની કામગીરી કરાઇ હતી. બુધવારની રાત્રે મંદીર પટાંગણમા રાસગરબા યોજાયા હતા. મંદિર ખાતે હવનયજ્ઞ કરયો હતો તેમજ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરમા મુર્તિઓની પધરામણી કરાઇ હતી.

ગામમા શોભાયાત્રા નિકાળાઇ હતી તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ હતી. ભક્તો દ્રારા રામાપીરના મંદીરે દર્શન કર્યો બાદ ભોજન પ્રસાદનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી. મેમદપુર ગામના સમસ્ત વણકર સમાજના લોકો દ્ર્રારા આ પ્રસંગને દિપાવવા માટે ભારે જહેમત ઉઠાવીને રામાપીરના મંદીરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગને રંગેચંગે પૂર્ણ કરાયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code