વડગામ@સભા: ભાજપના સંમેલનમાં મંડપ ઉડતા નેતાઓ છુમંતર

અટલ સમાચાર,વડગામ લોકસભા ચુંટણીના બે દિવસ પહેલા એટલે શનિવારે ભાજપ ઘ્વારા આયોજીત સભામાં મંડપ ઉડતા ભાજપના જ નેતાઓએ મંડપ નીચે દટાયેલા લોકો અને તેમના કાર્યકરોની ચિંતા કર્યા વગર ચાલતી પકડી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. પાટણ સંસદીય મતવિસ્તારમાં આવતા વડગામ ખાતે ભાજપ અનુસુચિત જાતિ મોરચાનું સંમેલન શનિવારે યોજાયુ હતુ. જેમાં ભાજપના પુર્વ કેબીનેટ મંત્રી આત્મારામ
 
વડગામ@સભા: ભાજપના સંમેલનમાં મંડપ ઉડતા નેતાઓ છુમંતર

અટલ સમાચાર,વડગામ

લોકસભા ચુંટણીના બે દિવસ પહેલા એટલે શનિવારે ભાજપ ઘ્વારા આયોજીત સભામાં મંડપ ઉડતા ભાજપના જ નેતાઓએ મંડપ નીચે દટાયેલા લોકો અને તેમના કાર્યકરોની ચિંતા કર્યા વગર ચાલતી પકડી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.

પાટણ સંસદીય મતવિસ્તારમાં આવતા વડગામ ખાતે ભાજપ અનુસુચિત જાતિ મોરચાનું સંમેલન શનિવારે યોજાયુ હતુ. જેમાં ભાજપના પુર્વ કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર, જીલ્લા પંચાયત,સદસ્ય- અશ્વિન સકસેના, બનાસકાંઠા જીલ્લા અનુસુચિત જાતિ પ્રમુખ- ભરતભાઇ પરમાર, વડગામ માર્કેટયાર્ડના ચેરમેન કે.પી.ચૌધરી સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. સભા દરમ્યાન અચાનક ભારે પવન સાથે આંધી આવતા મંડપ ભોંય ભેગો થઇ ગયો હતો. જેને લઇ તમામ નેતાઓ સાથે કાર્યકરો મંડપ નીચે દટાઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં એક ૧૭ વર્ષીય યુવતિને માથાના ભાગે ઇજાઓ તથા તેને તાત્કાલિક વડગામ પ્રાથમિક દવાખાને અને ત્યાર બાદ સીટી સ્કેન માટે પાલનપુર લઇ જવાઇ હતી.

મહત્વનું છે કે, સમગ્ર ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતા મંડપની બહાર આવ્યા બાદ કાર્યકરો કે સભામાં આવેલા સ્થાનિકોની કોઇ ખબર-અંતર પુછયા વગર ત્યાંથી રવાના થઇ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. તો બીજી તરફ સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સભામાં સંખ્યા ભેગી કરવા શાળાના બાળકોને પણ લવાયા હતા. લોકોના મત મુજબ સ્કુલના ગણવેશમાં બાળકો સભામાં બેઠેલા હતા.