વડગામ: ગ્રામ સંજીવની કમીટી મેમ્બરનો વર્કશોપ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,વડગામ બનાસકાંઠાના વડગામ તાલુકા મથકે આવેલા બ્લોક કચેરીના હોલમાં તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડૉ.વિક્રમદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ વડગામ તાલુકાના ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા આઠ (૮) પ્રાથમિક આ.કેન્દ્ર છાપી, જલોતરા, કાલેડા, મેતા, નાંદોતરા, પાંચડા, પિલુચા, સહીતના આઠ પ્રા.આ.કે. ની રોગી કલ્યાણ સમિતી ના મેમ્બરો અને તાલુકા જિલ્લાના સદસ્યો તેમજ ગ્રામ સંજીવની (VHSNC)
 
વડગામ: ગ્રામ સંજીવની કમીટી મેમ્બરનો વર્કશોપ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,વડગામ

બનાસકાંઠાના વડગામ તાલુકા મથકે આવેલા બ્લોક કચેરીના હોલમાં તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડૉ.વિક્રમદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ વડગામ તાલુકાના ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા આઠ (૮) પ્રાથમિક આ.કેન્દ્ર છાપી, જલોતરા, કાલેડા, મેતા, નાંદોતરા, પાંચડા, પિલુચા, સહીતના આઠ પ્રા.આ.કે. ની રોગી કલ્યાણ સમિતી ના મેમ્બરો અને તાલુકા જિલ્લાના સદસ્યો તેમજ ગ્રામ સંજીવની (VHSNC) કમિટીના મેમ્બરોનો વર્કશોપ યોજાયો હતો.
જેમાં નિતી આયોગના ૭+૪ ના તમામ જેવા કે માતા મરણ બાળમરણ, સંપુર્ણ રસીકરણ,સેક્સ રેસીયો,બેટી વધાવો,સ્વચ્છ પાણી ,મમતા દિવસનુ મહત્વ પોષણ વિભાગ,શિક્ષણ વિભાગ અને તમામ સમિતિઓના સલંગન થી તમામ ગામોમાં તંદુરસ્તી સ્વચ્છતા જળવાય રહે, કોઇપણ પ્રકારનો રોગચાળો ન થાય અને તમામ કમિટીના મેમ્બરને જવાબદારી વિષે જાગૃતિ વિષે માહીતી આપવામાં આવી હતી. જેમાં વડગામ તા.પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર, વડગામ હેલ્થ વિભાગના માહીતી અધિકારી ડોડીયા,મે.ઓ.ડૉ.શમીનાબેન શેખ,તાલુકાના સદસ્યો, આઇ.સી.ડી.એસ. સુપરવાઇઝર બહેનો, સહીત આરોગ્ય કાર્યકરો અને આશાવર્કરો સહીત હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.