વડગામ: સરપંચ અને યુવાનોએ 150થી વધુ બોટલ બ્લડ ડોનેટ કર્યુ

અટલ સમાચાર,પાલનપુર એક બાજુ કોરોના વાયરસ નો કહેર છે ત્યારે, ગરીબ લોકોના વ્હારે ઘણા બધા લોકો આવ્યા છે. વડગામ ગ્રામ પંચાયતના યુવા સરપંચ ભગવાનસિંહ સોલંકી પણ થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓના વ્હારે આવ્યા છે. જેથી તેમણે વડગામ અને મેમદપુરના યુવાનોને ભેગા કરી મીટીંગ કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
વડગામ: સરપંચ અને યુવાનોએ 150થી વધુ બોટલ બ્લડ ડોનેટ કર્યુ

અટલ સમાચાર,પાલનપુર

એક બાજુ કોરોના વાયરસ નો કહેર છે ત્યારે, ગરીબ લોકોના વ્હારે ઘણા બધા લોકો આવ્યા છે. વડગામ ગ્રામ પંચાયતના યુવા સરપંચ ભગવાનસિંહ સોલંકી પણ થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓના વ્હારે આવ્યા છે. જેથી તેમણે વડગામ અને મેમદપુરના યુવાનોને ભેગા કરી મીટીંગ કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ અને આજે મેમદપુર એમ બે દિવસના બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોએ ૧૫૦ કરતા વધુ બ્લડ ડોનેટ કરી માનવતા મહેંકાવી છે. અને હાલમાં થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓને સરળતાથી બ્લડ મળી રહે તે હેતુસર આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વડગામના યુવા સરપંચ ભગવાનસિંહ સોલંકી, અગ્રણી ડી.વી.સોલંકી, ખુમાનસિંહ રાજપૂત, મેમદપુર જિ. પંચાયત બેઠકના સભ્ય અશ્વિન સક્સેના અને યુવાનોએ આ કેમ્પનું આયોજન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી વડગામ અને મેમદપુર ગામના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.