આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના ધનાલી ગામે ચોથા તબ્બકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડગામ મામલતદાર આર.સી.ઠાકોર,વડગામ .ડી.ઓ.એ.એચ.પરમાર, સીડીપીઓ,આરોગ્યનો સ્ટાફ સહીત સ્થાનિક અગ્રણી પ્રવિણભાઈ સોલંકી, પૂર્વ જી.પં સદસ્ય બાલકૃષ્ણ જીરાલા, ના.મામ અશોકભાઇ અટોસ, બાબુભાઇ પરમાર, મહેશભાઇ પરમાર ના.તા.વિ અધિકારી રાવલ તેમજ વડગામ તાલુકાના સરપંચો દિલીપસિંહ રાજપૂત,લક્ષ્મણભાઇ પટેલ,રણજીત સિંહ ચાવડા, મોધજીભાઇ પટેલ તેમજ બધાજી ઠાકોર સહીતના હાજર રહયા હતા. દિપ પ્રાગટ્ય કરી સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મૂકયા બાદ પ્રા.શાળા ની બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. કાયર્કમમાં ગુજરાત સરકારની તમામ યોજનાઓ ગરીબ અને વંચિતો સુધી પહોંચે તે માટે સાત ગામનો સેવાસેતુ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની જવાબદારી સાથે તાલુકા મામલતદાર, ટી.ડી.ઓ અને કચેરીના તમામ સ્ટાફ સાથે સવારે ૯.00 કલાકથી સાંજે પ.00 વાગ્યા સુધી દોડાદોડ કરી હતી. જેમા રેશનકાર્ડ,આધારકાર્ડ,આવક-જાતિના દાખલા સહીત આરોગ્યની પણ કામગીરી કરવામાં આવી હતી.

30 Sep 2020, 4:16 AM (GMT)

COVID-19 Global Stats

33,950,761 Total Cases
1,014,631 Death Cases
25,216,195 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code