વડગામ તાલુકાના વણસોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકા વણસોલ ખાતે ચોથા તબ્બકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડગામ વડગામ ટી.ડી.ઓ એ.એચ.પરમાર,આઇ.સી.ડી.એસના સીડીપીઓ, આરોગ્યનો સ્ટાફ સહીત વણસોલ સરપંચ ભિખ્ખનખાન ઘાસુરરા,પૂર્વ જી.પં સદસ્ય બાલકૃષ્ણ જીરાલા,ના.મામ એસ.ડી પંડયાએ પ્રાગટ્ય કરી સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ પ્રા.શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. તમામ મહેમાનોનું ગામ લોકોએ ફુલહારથી સ્વાગત કર્યું હતુ .
 
વડગામ તાલુકાના વણસોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકા વણસોલ ખાતે ચોથા તબ્બકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડગામ વડગામ ટી.ડી.ઓ એ.એચ.પરમાર,આઇ.સી.ડી.એસના સીડીપીઓ, આરોગ્યનો સ્ટાફ સહીત વણસોલ સરપંચ ભિખ્ખનખાન ઘાસુરરા,પૂર્વ જી.પં સદસ્ય બાલકૃષ્ણ જીરાલા,ના.મામ એસ.ડી પંડયાએ પ્રાગટ્ય કરી સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ પ્રા.શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. તમામ મહેમાનોનું ગામ લોકોએ ફુલહારથી સ્વાગત કર્યું હતુ . સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકાર સેવા સેતુ થકી સરકારની તમામ યોજનાઓ ગરીબ અને વંચિતો સુધી પહોંચે તે માટે સાત ગામનો સેવા સેતુ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની સુવિધા સાથે કચેરીના તમામ સ્ટાફ સાથે સવારે ૯.00 કલાકથી સાંજે પ.00 વાગ્યા સુધી લોકોના કામ માટે ખડે પગે રહીને અરજદારોના કામો સ્થળ ઉપર કરાયા હતા. જેમાં વડગામ પુરવઠા નાયબ મામલતદાર એસ.ડી પંડ્યા દ્રારા રેશનકાર્ડ,આધારકાર્ડ,આવક જાતિના દાખલા સહીતની કામગીરી સ્થળ ઉપર કરવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્રારા પણ હેલ્થના કાર્ડની કામગીરી કરવામાં આવી હતી.