વડગામ: ખાનગી શાળાના વિધાર્થીઓએ શહીદો માટે ૧ લાખ ભેગા કર્યા

અટલ સમાચાર,વડગામ વડગામમા આવેલી ગેલેકસી સ્કૂલ ઓફ સાયન્સ અને કેસરબા જાડેજા વિધા સંકુલના વિધાર્થિઓ દ્રારા પુલવામા શહીદ થયેલા વીર જવાનો માટે રૂ/-૧,૦૦,૦૦૦ નો ફાળો એક્ઠો કરાયો છે. સંસ્થા દ્રારા વિધાર્થિઓને માત્ર પુસ્તકોનુ જ જ્ઞાન નહી પણ વિધાર્થિ દ્ર્રારા પોતાના જીવનમાં બીજાને પણ ઉપયોગી બને તેવા સંસ્કાર સાથેનુ કવોલીટી સાથે શિક્ષણ આપવામા આવી રહ્યુ હોવાનું સ્થાનિકો
 
વડગામ: ખાનગી શાળાના વિધાર્થીઓએ શહીદો માટે ૧ લાખ ભેગા કર્યા

અટલ સમાચાર,વડગામ

વડગામમા આવેલી ગેલેકસી સ્કૂલ ઓફ સાયન્સ અને કેસરબા જાડેજા વિધા સંકુલના વિધાર્થિઓ દ્રારા પુલવામા શહીદ થયેલા વીર જવાનો માટે રૂ/-૧,૦૦,૦૦૦ નો ફાળો એક્ઠો કરાયો છે. સંસ્થા દ્રારા વિધાર્થિઓને માત્ર પુસ્તકોનુ જ જ્ઞાન નહી પણ વિધાર્થિ દ્ર્રારા પોતાના જીવનમાં બીજાને પણ ઉપયોગી બને તેવા સંસ્કાર સાથેનુ કવોલીટી સાથે શિક્ષણ આપવામા આવી રહ્યુ હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. ગેલેકસી સ્કુલ ઓફ સાયન્સ તેમજ કેસરબા જાડેજા વિધા સંકુલનો વહિવટ સંભાળનાર કાનજીભાઇ ચૌધરી દ્રારા બન્ને સંસ્થાના વિધાર્થિઓ પાછળ મહેનત કરીને તાલુકામા શિક્ષણ પ્રત્યે નામના મેળવી છે. સંસ્કાર અને શિક્ષણની કેળવણી આપનાર ગેલેક્સી અને કેસરબા જાડેજા સ્કૂલના વિધાર્થિઓ દ્રારા પુલવામાં શહીદ થયેલા વીર જવાનો માટે તાલુકાના ગામડાઓમાં થી લોકોનો સંપર્ક કરીને ઘરે ઘરે ફરીને લોકોમા રાષ્ટ્ર ભાવના જગાવીને શહીદ થયેલા વીર જવાનો પ્રત્યે આદર ભાવ ઉભો થાય તે રીતે લોકોને માહીતગાર કરીને ઘર દીઠ રૂપિયા દસ લઇને આ બંન્ને સંસ્થાના વિધાર્થિઓ દ્રારા શહીદોના પરીવારજનોને મદદરૂપ બનવા માટે રૂ/-૧,૦૦,૦૦૦ નો ફાળો એકત્રીત કર્યો છે.