આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી યોજનાકીય કામોની ડેટા એન્ટ્રી પૂરજોશમાં ચાલુ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના  અંતિમ દિવસે કેટલાક કર્મચારીઓએ ગુરુવારે રાત્રે દારૂ પી ધમાલ મચાવી હતી. જેની જાણ ટીડીઓ સહિતનાને થતાં ચકચાર મચી ગઇ છે.

બનાસકાંઠા જિલ્લાની વડગામ તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન સહિતની કામગીરી ચાલુ છે. જેમાં ગુરુવારે રાત્રે અચાનક આઈ.આર.ડી. શાખાના કર્મચારીઓ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામસેવક તેમજ કોમ્પ્યુટર ઓપરેટરનાએ દારૂના નશામાં છાકટા બની ધમાલ મચાવી હતી.

દારૂમાં ભાન ભૂલી આઈઆરડી શાખાના કર્મચારીઓએ તાલુકા પંચાયતનાં સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડતા શુક્રવારે સવારે ભાગદોડ અને ધમાચકડી મચી ગઇ હતી.  સમગ્ર બાબત તાલુકા વિકાસ અધિકારીના ધ્યાને આવતા દારુ ઢીંચી ધમાલ મચાવેલ કર્મચારીને તુરંત જ જિલ્લાના હવાલે કરી દેવાયો છે. તેમજ ગ્રામ સેવક  વિરુદ્ધ રિપોર્ટ તૈયાર કરી નોટિસ ફટકારી દીધી છે. જો નોટિસનો સંતોષકારક જવાબ નહી મળે તો બદલી સહિતના કઠોર પગલા ભરાશે તેવુ ટીડીઓએ જણાવ્યુ હતુ. આ ઘટનાને પગલે પંથકના વહીવટી અને રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

રાત્રિએ દારુમા ભાન ભુલેલા કર્મચારીઓએ ટીડીઓની ચેમ્બર આગળ લગાવેલ સીસીટીવી કેમેરો પણ તોડી દીધો હતો. અને વહેલી સવારે પોતાનુ કારસ્તાન છૂપાવવા નવો સીસીટીવી કેમેરો લગાવી દીધો હતો.  જેની જાણ સવારે તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમારને થતાં સીસીટીવી ફૂટેજ જોતા તેમા કેદ કર્મચારીઓનુ કારસ્તાન પ્રકાશમાં આવતા લાલઘૂમ બનેલા ટીડીઓએ કડક કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગત નવરાત્રી મહોત્સવની ઉજવણી સમયે એક તલાટી કર્મચારીએ શરાબના નશામાં ભાન ભુલીને મહીલા કર્મચારીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ભારે હોબાળો મચી ગયો હતો. આવી સ્થિતિમાં તાલુકા પંચાયતની બદનામી થઇ રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code