આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,  વડગામ

વડગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના હોલમાં યોજાઈ હતી. જેમાં તાલુકાના વિકાસની ચર્ચાઓ અને સરકારની નાનામાં નાની યોજનાઓ ગરીબો સુધી પહોંચે તે માટે તાલુકા પંચાયતના સદસ્યો દ્રારા રજુઆતો કરાઇ હતી અને સભામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ લાભાર્થીઓને લાભ અપાય તેવી સદસ્યો દ્રારા ચર્ચાઓ કરાઇ હતી..

વડગામ તાલુકા પંચાયત ખાતે બુધવારે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં તાલુકાના વિકાસના કાર્યો માટેની ચર્ચા કરવામાં આવી હતી. અને સરકારની દરેક યોજના તાલુકાના ગરીબ લોકો સુધી પહોંચે તેવી ચર્ચા કરવામાં આવી. જેમા તાલુકા પંચાયતના સદસ્યોએ પહેલ કરી અને દરેક સરકાર ની યોજના ગરીબ લોકો સુધી પહોંચે તે માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સામાન્ય સભામાં વડગામ તાલુકા પંચાયત ના ટીડીઓ એ.એચ. પરમાર, તા.પં.પ્રમુખ અને તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના તમામ સદસ્યો હાજર રહ્યા હતા. મેમદપુર સીટના તાલુકા ડેલીગેટ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વડગામ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામા મળતી મકાન સહાય અંગે ગરીબ લાભાર્થિઓનો આ યોજનામાં સમાવેશ કરવા ખાસ રજૂઆત કરાઇ હતી.

26 Sep 2020, 12:06 PM (GMT)

COVID-19 Global Stats

32,802,672 Total Cases
994,311 Death Cases
24,199,330 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code