વડગામ તાલુકા પંચાયતમાં ટીડીઓ દ્વારા સ્વ ખર્ચે સીસીટીવી કેમેરા લગાવાયા

અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકા પંચાયતના ફરજ પરના ટીડીઓ પર તાજેતરમાં એક અરજદાર દ્વારા એસીબી નું છટકું ગોઠવી ટ્રેપ માટેની કોશિશ કરાઈ હતી. જેમાં ટીડીઓ નો આબાદ બચાવ થવા પામ્યો હતો, જે અંગે એસીબીના આક્ષેપો ના સર્તકતાથી વડગામ ટીડીઓ એ વડગામ તાલુકા પંચાયત માં પોતાના સ્વખર્ચે ટીડીઓ દ્રારા એલર્ટ બની ને ચાર સીસીટીવી કેમેરા તાલુકા પંચાયત
 
વડગામ તાલુકા પંચાયતમાં ટીડીઓ દ્વારા સ્વ ખર્ચે સીસીટીવી કેમેરા લગાવાયા

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકા પંચાયતના ફરજ પરના ટીડીઓ પર તાજેતરમાં એક અરજદાર દ્વારા એસીબી નું છટકું ગોઠવી ટ્રેપ માટેની કોશિશ કરાઈ હતી. જેમાં ટીડીઓ નો આબાદ બચાવ થવા પામ્યો હતો, જે અંગે એસીબીના આક્ષેપો ના સર્તકતાથી વડગામ ટીડીઓ એ વડગામ તાલુકા પંચાયત માં પોતાના સ્વખર્ચે ટીડીઓ દ્રારા એલર્ટ બની ને ચાર સીસીટીવી કેમેરા તાલુકા પંચાયત કચેરી તેમજ કંમ્પાઉન્ડ સાથે ટીડીઓ ના ચેમ્બરમાં લાગવવામાં આવ્યા હતા..
વડગામ તાલુકા પંચાયતના ટીડીઓ એ.એચ.પરમાર પર તાલુકાના એક અરજદાર દ્વારા એસીબી ની ટ્રેપ કરવાની કોશિશ કરાઈ હતી જેમાં ટીડીઓ નો આબાદ બચાવ થવા પામ્યો હતો. અને આ ઘટનાને લઈ ટીડીઓ એલર્ટ બની તાલુકા પંચાયતના પાછળ ના ભાગે, તેમજ લોબીમાં કમ્પાઉન્ડ સાથે ચાર સીસીટીવી કેમેરા આશરે રૂ/ 20 હજાર રૂપિયા ની કિંમતે ટીડીઓ એ.એચ.પરમારના સ્વખર્ચે લગાવવામાં આવ્યા છે. અને તાલુકામાં થતી હિલચાલ અને કોઈ ખોટું કરે તે ધ્યાને આવે તે માટે આ ચાર સીસીટીવી કેમેરા લગાવી બાજ નજર રાખવામાં આવશે..