આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના જલોતરા ગામે તા. 19/03/2019ના રોજ સાંજે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે જે. પી. મોર (નિયામક આદર્શ વિદ્યા સંકુલ પાલનપુર) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એલ.વી. ગોળ દ્વારા શાળાની પ્રગતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સંસ્થાના મંત્રી આરપી ભટોળ, આચાર્ય, ટ્રસ્ટી મંડળ દ્વારા આવેલ મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ વાર્ષિકોત્સવ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયા હતા. તથા તેજસ્વી વિદ્યાર્થી નુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જલોતરા ગ્રામ પંચાયત સરપંચ મંજુલાબેન માંગજીભાઇ ભીલ, બનાસડેરી ડિરેક્ટર દિનેશભાઇ ભટોળ, મેઘરાજ ચૌધરી, ડૉ સંજયભાઈ ગુર્જર, વિનોદભાઇ રાવલ, ગ્રામજનો તથા વાલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા., આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે વિશેષ જહેમતી ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code