આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના નળાસર ગામમાં અનુસુચિત જાતિના લોકો માટે ૧૨ વર્ષ પહેલાં બનાવેલ પાણીનું ટાંકું અને ઢોરો માટે ના હવાડામાં આજ દિન સુધી ટીપું પાણી ભરાયું ના હોવાથી લોકોમાં નારાજગી ઉઠી છે. માત્રટાંકું અને હવાડો નામ પુરતા જ બનીને શોભાના ગોઠીયા બની રહેતાં જર્જરિત પણ બની ગયા છે.

નળાસરમાં જાદવ વાસ અને વાલ્મીકિવાસ પાસેના મહોલ્લા પાસે બાર વર્ષ પહેલાં પાણી પુરવઠા યોજના હેઠળ પાણીનું ટાંકું અને ઢોરોને પાણી પીવા માટેનો હવાડો બનાવયો હતો. જે બનાવાયા બાદ આજદીન સુધી ટીપુંયે પાણી હવાડામાં કે ટાંકામાં સ્થાનિક પંચાયત દ્વારા ભરવામાં આવ્યું નથી. બાર વર્ષથી આ ટાંકું અને હવાડો ખાલીખમ રહેવા પામ્યો છે. આ ટાંકું બનાવ્યાં બાદ આજ દિન સુધી પાણી ભરવામાં આવતું નથી તો પાણી પુરવઠા દ્વારા ટાંકું બનાવવાનો અર્થ શું ? માત્ર પાણી પુરવઠા દ્વારા અનુસુચિત જાતિના લોકોની ગ્રાન્ટનો દુર ઉપયોગ કરી સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટર ભેગા મળીને સરકારી ગ્રાન્ટ માત્ર દેખાવ પુરતી વાપરીને હજજરો રુપિયા હડફ કરી ગયા હોવાના આક્ષેપ લોકોમાં થઇ રહ્યા છે. ઢોરોને પીવા માટેના હવાડા માં પણ પાણી ભરવામાં આવતું નથી. કાળઝાળ ગરમીમાં પશુઓ સો મણનો નિસાસો નાખીને પાછા ફરે છે.

Nalasanસ્થાનિક પંચાયતને હવાડામાં કે ટાંકામાં પાણી ભરવા માટે ફુરસદ જ મળતી હતી. જેના કારણે વર્ષો પહેલાં બનાવેલ ટાંકુ શોભાના ગોઠીયા સમાન બની જઇને આજે જર્જરિત પણ બની ગયું છે. આ બાબતે પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારીઓ દ્વારા બીન જરૂરી બનેલા ટાંકાની તપાસ હાથ ધરીને માત્ર કોન્ટ્રાકટર અને પાણી પુરવઠાના કર્મીઓ દ્વારા ગ્રાન્ટ માત્ર નામ પુરતી વાપરીને સરકારી નાણાંનો દુર ઉપયોગ કરનાર તત્વો સામે તપાસ કરીને નાણાંની રીકવરી કરાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code