વડગામ તાલુકાની બે ગ્રામ પંચાયતના સરપંચ માટેની પેટા ચુટણી રવિવારે યોજાશે

અટલ સમાચાર, મહેસાણા વડગામના કોદરાલી અને મેતા ગામમાં સરપંચ માટેની પેટા ચૂંટણી રવિવારના રોજ યોજાનાર છે જેને લઇને વડગામ મામલતદાર કચેરી ખાતે ઇવીએમ મશીન શીલ કરીને ચુટણી સ્થળે પહોચાડવાની કામગીરી ચુટણી અધિકારી દ્રારા કરાઇ હતી. વડગામ તાલુકામાં આવેલા કોદરાલિ ગામમાં સરપંચ માટે સામાન્ય સ્ત્રી બેઠક છે જયારે મેતા ગ્રામપંચાયતના સરપંચ માટે અનુસૂચિત જાતિની અનામત બેઠક
 
વડગામ તાલુકાની બે ગ્રામ પંચાયતના સરપંચ માટેની પેટા ચુટણી રવિવારે યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

વડગામના કોદરાલી અને મેતા ગામમાં સરપંચ માટેની પેટા ચૂંટણી રવિવારના રોજ યોજાનાર છે જેને લઇને વડગામ મામલતદાર કચેરી ખાતે ઇવીએમ મશીન શીલ કરીને ચુટણી સ્થળે પહોચાડવાની કામગીરી ચુટણી અધિકારી દ્રારા કરાઇ હતી. વડગામ તાલુકામાં આવેલા કોદરાલિ ગામમાં સરપંચ માટે સામાન્ય સ્ત્રી બેઠક છે જયારે મેતા ગ્રામપંચાયતના સરપંચ માટે અનુસૂચિત જાતિની અનામત બેઠક છે. આ બન્ને બેઠક ઉપર તાલુકા વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્રારા સમરસ બનાવવા માટે ભારે મથામણ કરાઇ હતી પરતું આ બંન્ને પંચાયત સમરસ બનાવવા માટે કોઇજ સફળતા ન મળતા છેલ્લે બંન્ને પંચાયતના સરપંચો માટેની પેટાચુટણી યોજવાની ફરજ પડી છે. જેમાં મેતા પંચાયતના સરપંચ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો મુકાબલો થઇ રહયો છે. આજે ચુટણી માટેની કત્લની રાત હોય, ઉમેદવારો ચુટણી જીતવા માટે એડીથી ચોટી સુધીનુ જોર લગાવી રહયા છે. ત્યારે રવિવારના મતદાન યોજાયા બાદ કોનુ નસીબ ચમકે છે તેતો મતગણતરીના દિવસે ખબર પડશે પરંતુ હાલમાતો મેતા અને કોદરાલી પંચાયતની ના સરપંચ માટે ની પેટા ચૂંટણી રોમાંચક બની છે. ચુટણી અધિકારી એસ.ડી.પંડયા તેમજ બી.કે ખસોર દ્રારા ચુટણી માટેની તૈયારઓ આરંભી દીધી છે. જેને લઈ વડગામ મામલતદાર કચેરી માંથી શનિવારે ઇવીએમ મશીન સહિત ના સાધનો પેક કરીને જે તે ગામમાં લઈ જવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણી અધિકારી ભેમજી ભાઈ ખસોર, અને સતિષભાઈ પંડ્યા એ કામગીરી સંભાળી હતી. અને વડગામ તાલુકાના 16 ગામોમાં સભ્યો માટે ની અનુસૂચિત આદિજાતિ સામાન્યની સીટ છે અને આ ગામોમાં આ લોકોની વસ્તી ન હોવાથી ત્યાં ચૂંટણી યોજાશે નહીં. જેને લઈ આ 16 ગામોમાં સરકારે ખાલી પડેલી સીટો માટે નું જ્ઞાતિ આધારિત સર્વે કરી તે ગામમાં ચૂંટણી યોજી ખાલી પડેલી સીટો ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અને જો સરકાર ખાલી પડેલી સભ્યો ની સીટો ભરવા માગતી હોય તો સરકાર ગામોનું સર્વે કરી ગામમાં આવેલી જ્ઞાતિઓ માટેની ની સીટો ગોઠવી પેટા ચૂંટણી યોજે તેવી માંગ કરી છે.