આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

આજે મંગળવારે વિશ્વ સફાઇ દિવસ હોવાથી વડગામ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા પંચાયત કચેરીનો ચોક, કચેરી પાછળ આવેલ જગ્યાએ વડગામ TDO સહિત તાલુકા પંચાયતના વિવિધ કર્મચારીઓ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરાઇ હતી.

વડગામ ટીડીઓ દ્રારા તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતોમાં તલાટી અને સરપંચોને સફાઈ કરવા અને તેના ફોટા પાડી મોકલવા માટે સુચના અપાઇ હતી. આ સાથે વડગામ TDOએ જણાવ્યું હતું કે વિશ્વ સ્વચ્છતા દિને સરકારી કર્મચારીઓ જ સફાઇ કરશે તો આમ જનતામાં સફાઈ બાબતે જાગૃતિ આવશે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાના આશયથી આજે TDO અને તેમના કર્મચારીઓ દ્રારા સફાઈ ઝૂબેંશ હાથ ધરાઇ હતી.

23 Sep 2020, 6:28 AM (GMT)

COVID-19 Global Stats

31,787,504 Total Cases
975,541 Death Cases
23,402,708 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code