આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

સમસ્ત વઢિયાર બ્રહ્મ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું  હતું. અનેક વર્ષો બાદ શહેરના બદલે ગ્રામીણ વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. ઉનાળાની આકરી ગરમીમાં પણ ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો. કાર્યક્રમમાં પાટણ કોર્ટના ન્યાયમૂર્તિ ઉપાધ્યાયનું સન્માન કરવામાં આવ્યું હતું.વઢિયાર બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લાના રાફુ ગામે સમૂહલગ્ન યોજાઈ ગયા. જેમાં 12થી વધુ નવ દંપતી અને 22થી વધુ બટુકોને આશીર્વાદ અપાયા હતા. રણકાંઠા નજીક આવેલા રાફુ ગામે ઉનાળાની આકરી ગરમીમાં પણ સમાજના સૌ કોઈનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષોથી હારિજ શહેરમાં યોજાતા સમૂહલગ્ન ચલો ગાંવ કી ઔરની પરિભાષા મુજબ ગ્રામીણ વિસ્તારમાં આયોજીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પાટણ કોર્ટના ન્યાયાધીશ ઉપાધ્યાય સહિત અનેક મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્ન માટે વાસુદેવ દવે, હસમુખભાઈ (હારિજ) સહિત રાફુ ગામના ભૂદેવોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code