વડનગરઃ1.96 લાખનો વિદેશી દારૂ ભરેલ ડાલુ ઝડપાયું, પોલીસની બાજ નજર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાની બહારના રાજ્યમાંથી પ્રોહીબીશનનો જથ્થો લઇ આવતી ગાડીઓ ઉપર વોચ રાખી પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ સુચના મળી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસના માર્ગદર્શન હેઠળ બી.એમ.પટેલ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર વડનગર તથા સ્ટાફે પા ગામના પાટીયા નજીક સધી માતાના મંદીર આગળ રોડ ઉપર ખાનગી હકિકત આધારે એક ડાલુ ઝડપી લીધું હતું. જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૧૯૬૮ કિ.રૂ.૧,૯૬,૮૦૦/- નો તથા ડાલુ કિ.રૂ.૪,૨૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦૦૦/- કુલ.રૂ.૬,૨૨,૮૦૦/- મળી આવ્યા હતા. ડાલાનો ચાલક લોધા વિરેન્દ્ર વિનોદસિહ પ્રતાપસિહ રહે.અમદાવાદ ૩૩-૩૨ લલ્લુભાઇની પોળ, મંગળ પારેખનો
 
વડનગરઃ1.96 લાખનો વિદેશી દારૂ ભરેલ ડાલુ ઝડપાયું, પોલીસની બાજ નજર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાની બહારના રાજ્યમાંથી પ્રોહીબીશનનો જથ્‍થો લઇ આવતી ગાડીઓ ઉપર વોચ રાખી પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ સુચના મળી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસના માર્ગદર્શન હેઠળ બી.એમ.પટેલ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર વડનગર તથા સ્ટાફે પા ગામના પાટીયા નજીક સધી માતાના મંદીર આગળ રોડ ઉપર ખાનગી હકિકત આધારે એક ડાલુ ઝડપી લીધું હતું. જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલ નંગ- ૧૯૬૮ કિ.રૂ.૧,૯૬,૮૦૦/- નો તથા ડાલુ કિ.રૂ.૪,૨૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦૦૦/- કુલ.રૂ.૬,૨૨,૮૦૦/- મળી આવ્યા હતા.

ડાલાનો ચાલક લોધા વિરેન્દ્ર વિનોદસિહ પ્રતાપસિહ રહે.અમદાવાદ ૩૩-૩૨ લલ્લુભાઇની પોળ, મંગળ પારેખનો ખાંચો શાહપુર ચાર રસ્‍તા શાહપુર અમદાવાદને ઝડપી લેવાયો હતો. જે બાદ વડનગર પોલીસ સ્ટેશન પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.