આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ખેડૂતોને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રની આધુનિક ટેક્નોલોજી અંગેનું અધતન માર્ગદર્શન મળી રહે તે માટે વડનગર સાતસો સમાજની વાડી ખાતે ૧૨ ફેબ્રુઆરીએ બુધવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે. ખેડૂતભાઇઓ અને મહિલાઓ માટેના કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર અને એગ્રેીકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા દ્વારા કાર્યક્ર્મનું આયોજન કરાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ બુધવારે સવારે ૧૦-૦૦ કલાકે વડનગર સાતસો સમાજની વાડી ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજ્યસભા સંસદ સભ્ય જુગલસિંહ ઠાકોર, સંસદ સભ્ય ભરતસિંહજી ડાભી, ધારાસભ્ય સર્વેઓ સહિત જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ,ખેતી નિયામક બી.એમ.મોદી અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી ઉપસ્થિત રહેનાર છે જેમાં ઉપસ્થિત રહેવા નાયબ ખેતી નિયામક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માએ આમંત્રણ પાઠવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code