આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર વડનગર ખાતે નારી સંમેલનનું આયોજન કરાયું છે. 8 જાન્યુઆરી શુક્રવારે સવારે 11 કલાકે ટાઉનહોલ,પોલીટેકનીક રોડ વડનગર ખાતે ધારાસભ્ય ડો આશાબેન પટેલની અધ્યક્ષતામાં નારી સંમેલનનું આયોજન કરાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શુક્રવારે સવારે 11 કલાકે યોજાનાર નારી સંમેલનમાં ગુજરાત મહિલા આયોગના સભ્ય સચિવ વિણાબેન પટેલ સહિત સંસદ સભ્ય સર્વે શારદાબેન પટેલ, ભરતસિંહ ડાભી,રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર, ધારાસભ્ય સર્વે ઋષિકેશભાઇ પટેલ,રમણભાઇ પટેલ,ભરતજી ઠાકોર,કરશનભાઇ સોલંકી,અજમલજી ઠાકોર ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી ઉપસ્થિત રહેનાર છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code