વડનગર@અથડામણઃ જાસ્કામાં પીયરમાંથી પત્નીને તેડી લાવવા મામલે હથિયારો ઉછડ્યા

9 જણા સામે ફરિયાદ નોધાઇ અટલ સમાચાર. વડનગર વડનગર તાલુકાના જાસ્કા ગામે રીસાયેલી પત્નીને તેડી લાવવાનું કહેતા બે જુથો સામસામે આવી જતા અથડામણ થવા પામી છે. જેમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોધાવી છે. સામાજીક આગેવાનોએ પત્ની રીસાઇને પીયરમાં બેઠી હોઇ જેને તેડી લાવવાનું કહેતા મારામારી થવા પામી હતી. જેમાં બંને પક્ષો છરી, તલવાર, સહીત
 
વડનગર@અથડામણઃ જાસ્કામાં પીયરમાંથી પત્નીને તેડી લાવવા મામલે હથિયારો ઉછડ્યા

9 જણા સામે ફરિયાદ નોધાઇ
અટલ સમાચાર. વડનગર
વડનગર તાલુકાના જાસ્કા ગામે રીસાયેલી પત્નીને તેડી લાવવાનું કહેતા બે જુથો સામસામે આવી જતા અથડામણ થવા પામી છે. જેમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોધાવી છે. સામાજીક આગેવાનોએ પત્ની રીસાઇને પીયરમાં બેઠી હોઇ જેને તેડી લાવવાનું કહેતા મારામારી થવા પામી હતી. જેમાં બંને પક્ષો છરી, તલવાર, સહીત લાકડીઓ લઇ સામસામે આવી ગયા હતા. સામે પક્ષે પણ દીકરા સાથે છુટાછેડા આપવા બાબતે ગાળો બોલી છરી વડે હુમલો કરતા ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે બંને પક્ષે નવ જણા સામે પોલીસ ફરિયાદ વડનગર પોલીસ મથકમાં નોધાઇ છે.
વડનગર તાલુકાના જાસ્કાના ઠાકોર મહેન્દ્રજી શકરાજી(ઉ.વ.22)ની પત્ની રિસાઇને પીયરમાં બેઠેલા હોઇ ઠાકોર મહેન્દ્રજીએ તેડી લાવવા કહ્યુ હતું. જે બાદ મામલો બિચક્યો હતો. ઠાકોર મહેન્દ્રજી શકરાજીએ મારામારી મામલે ઠાકોર મહેન્દ્રજી કપુરજી, કુબેરજી અમરાજી, ઠાકોર ગજાજી અમરતજી, ઠાકોર કપુરજી અમરતજી( તમામ રહે.જાસ્કા, વડનગર) સામે વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
જ્યારે સામે પક્ષે કપુરજી અમરતજી ઠાકોર( ઉ.વ.43)એ જાસ્કા ગામના ઠાકોર મહેન્દ્રજી શકરાજી, ઠાકોર રાજુજી શકરાજી, ઠાકોર શકરાજી જુહાજી, ઠાકોર ઇશ્વરજી જુગાજી, ઠાકોર છનાજી જુગાજી સામે પોલીસ ફરિયાદ નોધાવી છે.