વડનગરમાં ગાંડા બાવળો કાઢી વૃક્ષારોપણ કરી નંદનવન નિર્માણ કરાયું
અટલ સમાચાર, મહેસાણા વડનગરમાં ગાંડા બાવળો કાઢી વૃક્ષારોપણ કરી શહેરને નંદનવન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આરએફઓ અને રાઉન્ડ ફોરેસ્ટરની મિલીભગતથી લાગતા વળગતા વ્યક્તિને ઊંચા ભાવે ટેન્ડર ફાળવી દઇ વર્ક ઓડર આપ્યા સિવાય કામ શરૂ કરાવતા વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે નાયબ વન સરંક્ષકને રજૂઆત કરી નવેસરથી ટેન્ડર પાડી જવાબદારો સામે પગલાં
Feb 1, 2019, 13:40 IST

અટલ સમાચાર, મહેસાણા
વડનગરમાં ગાંડા બાવળો કાઢી વૃક્ષારોપણ કરી શહેરને નંદનવન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આરએફઓ અને રાઉન્ડ ફોરેસ્ટરની મિલીભગતથી લાગતા વળગતા વ્યક્તિને ઊંચા ભાવે ટેન્ડર ફાળવી દઇ વર્ક ઓડર આપ્યા સિવાય કામ શરૂ કરાવતા વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે નાયબ વન સરંક્ષકને રજૂઆત કરી નવેસરથી ટેન્ડર પાડી જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે. આ અંગે રજૂઆત કરનારા મહેન્દ્વભાઈએ જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે 98 ટકાના નીચા દરે ટેન્ડર ભર્યુ હોવા છતા 100 ટકાના દરે ટેન્ડર ભરનારનું ટેન્ડર મંજૂર કર્યું હતું. જવાબદાર આધિકારીઓ સામે પગલાં ભરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરાય તેવી માંગ કરી છે.