વડનગર: ઉંડણી નજીકથી વિદેશી દારૂ સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ પકડાયો

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાએ મહેસાણા જીલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સૂચનાઓ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ બી.એમ.પટેલ તથા હે.કો જયેશકુમાર માનસંગભાઇ તથા હે.કો નાસીરબેગ અસ્લમબેગ તથા પો.કો ભરતકુમાર મોઘજીભાઇ તથા પો.કો ભરતકુમાર તળશીભાઇ તથા પો.કો વિજયકુમાર ઇશ્વરલાલ તથા પો.કો ભગવાનભાઇ રામજીભાઇ તથા પો.કો ચતુરજી ખુમાજી સહિતના
 
વડનગર: ઉંડણી નજીકથી વિદેશી દારૂ સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ પકડાયો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાએ મહેસાણા જીલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સૂચનાઓ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ બી.એમ.પટેલ તથા હે.કો જયેશકુમાર માનસંગભાઇ તથા હે.કો નાસીરબેગ અસ્‍લમબેગ તથા પો.કો ભરતકુમાર મોઘજીભાઇ તથા પો.કો ભરતકુમાર તળશીભાઇ તથા પો.કો વિજયકુમાર ઇશ્વરલાલ તથા પો.કો ભગવાનભાઇ રામજીભાઇ તથા પો.કો ચતુરજી ખુમાજી સહિતના લોકો ૧૭ જાન્યુઆરીના રાત્રીએ મઢાસણા ડીપીથી વલાસણા જતા રોડ ઉપર વોચ પેટ્રોલિંગમાં હતા.
તે દરમ્યાન ઉંડણી તરફથી બે સફેદ કલરની ગાડી આવતાં સરકારી તેમજ પ્રાઇવેટ ગાડીની આડાશ કરી બંને ગાડીઓને ઉભી રાખી પોલીસે તપાસ કરતા તેમા સ્‍વીફટ VDI ગાડી નં- G.J.02.BH.4511 તથા હયુન્‍ડાઇ i20 નં -G.J.08.R.9888 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ- 1474 કિ.રૂ. 1,82,200/- તથા મોબાઇલ નંગ-3 કિ.રૂ. 10500/- તથા બંને ગાડીઓની કિ.રૂ. 6,00,000/- મળી કુલ કિ.રૂ. 7,92,700/- ના મુદ્દામાલ સાથે પઠાણ અબ્‍દુલખાન સીલાવરખાન રહે-મહેસાણા શોભાસણ રોડ, તા.જી.મહેસાણા તથા ઠાકોર અશોકજી પુનાજી રઘુજી રહે- નુગર તા.જી.મહેસાણા વાળાને પકડી પાડેલ તથા મુન્‍નાભાઇ રહે- મહેસાણા તથા ઠાકોર મહેશજી રહે- જગુદણ તા.જી- મહેસાણા નાસી ગયેલ હોય તેઓના વિરૂધ્ધ ધી પ્રોહી એક્ટ કલમ.65(A)(E), 116(B), 81,98 (2) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.