વડનગરઃ શેખપુર લીમડી પાટીયા પાસે ગાડીની ટક્કર લાગતા એકનું મોત
અટલ સમાચાર, મહેસાણા વડનગર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર લોડીંગ ટેમ્પો શેખપુર (ખે) લિમડી પાટીયા પાસે જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી ગફલતભરી રીતે ચાલકે પુરઝડપે ગાડી ચલાવી ટેમ્પાને સામેથી ભીષણ ટક્કર લગાવી હતી. જેથી ટેમ્પામાં સવાર ડ્રાઈવરના બાજુમાં બેઠેલ મજુરને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ગાડી ચાલક ત્યાંથી નાસી છૂટ્યો
Apr 27, 2019, 12:39 IST

અટલ સમાચાર, મહેસાણા
વડનગર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર લોડીંગ ટેમ્પો શેખપુર (ખે) લિમડી પાટીયા પાસે જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી ગફલતભરી રીતે ચાલકે પુરઝડપે ગાડી ચલાવી ટેમ્પાને સામેથી ભીષણ ટક્કર લગાવી હતી. જેથી ટેમ્પામાં સવાર ડ્રાઈવરના બાજુમાં બેઠેલ મજુરને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ગાડી ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાની ફરિયાદ પ્રજાપતિ પ્રહલાદભાઈએ આપતાં વડનગર પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.