વડોદરા: પાઇપલાઇનના સમારકામ વખતે ઘરમાંથી 33 સાપના બચ્ચાં મળ્યાં

અટલ સમાચાર,ડેસ્ક વડોદરાના પાદરામાં પાણીની પાઇપલાઇનના સમારકામમાં ઘરમાંથે એક-બે નહી પરંતુ પુરા 33 સાપના બચ્ચાં મળી આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે વડોદરાના પાદરામાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઘરમાં રહેતા તમામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે, જે સમયે ઘરમાં સમારકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં સાપના બચ્ચાં મળી
 
વડોદરા: પાઇપલાઇનના સમારકામ વખતે ઘરમાંથી 33 સાપના બચ્ચાં મળ્યાં

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરાના પાદરામાં પાણીની પાઇપલાઇનના સમારકામમાં ઘરમાંથે એક-બે નહી પરંતુ પુરા 33 સાપના બચ્ચાં મળી આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે વડોદરાના પાદરામાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઘરમાં રહેતા તમામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે, જે સમયે ઘરમાં સમારકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં સાપના બચ્ચાં મળી આવ્યા હતા. તેથી પરિવારજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘરમાંથી એક-બે નહીં પણ 30 કરતાં વધારે સાપના બચ્ચાં જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે પણ વન વિભાગે સાપના તમામ બચ્ચાંનો કબ્જો મેળવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 વડોદરા: પાઇપલાઇનના સમારકામ વખતે ઘરમાંથી 33 સાપના બચ્ચાં મળ્યાં

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા: પાઇપલાઇનના સમારકામ વખતે ઘરમાંથી 33 સાપના બચ્ચાં મળ્યાં

વડોદરાના પાદરાના સયાજી બાગ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં ઘરના લોકો દ્વારા પાણીની પાઇપલાઇનનું સમારકામ કરાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન મોટી સંખ્યામાં સાપના બચ્ચાંઓ જોવા મળ્યા હતા. તેથી સ્થાનિક લોકોએ કાલે જીવન રક્ષક સંસ્થાના લોકોનો સંપર્ક કર્યો હતો. તેથી પાદરા જીવરક્ષક સંસ્થાના સભ્યો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પાર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે ઘરમાંથી નીકળેલા સાપના બચ્ચાંને રેસક્યુ કર્યા હતા.

વડોદરા: પાઇપલાઇનના સમારકામ વખતે ઘરમાંથી 33 સાપના બચ્ચાં મળ્યાં

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાણીની પાઇપલાઇનમાંથી એક પછી એક એમ કુલ 33 જેટલા સાપના બચ્ચાં નીકળ્યા હતા. પાદરા જીવન રક્ષક સંસ્થાના સભ્યો દ્વારા તમામ સાપના બચ્ચાંને રેસક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે. ફોરેસ્ટ વિભાગે સાપના બચ્ચાંનો કબજો મેળવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી તરફ એક જ મકાનમાંથી 33 જેટલા સાપના બચ્ચાં મળી આવતા ભારે કુતૂહલ સર્જાયું છે.