વડોદરાઃ BJPના કોર્પોરેટરની ચેટ Viral, મને ખાડાના ફોટા મોકલવા નહીં

અટલ સમાચાર, ડેસ્ક વડોદરા શહેરના વોર્ડ નં-8ના ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય ધર્મેશ પંચાલે વોટ્સએપ પર ભાજપના આબરૂ ઉડાવતો મેસેજ મૂકતા ભાજપમાં ખળભળાટ મચ્યો છે. વાઇરલ થયેલો મેસેજમાં ચોખ્ખુ લખવામાં આવ્યું છે કે, ‘જાહેર સૂચના…મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમકે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. હું જોવુ
 
વડોદરાઃ BJPના કોર્પોરેટરની ચેટ Viral, મને ખાડાના ફોટા મોકલવા નહીં

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા શહેરના વોર્ડ નં-8ના ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય ધર્મેશ પંચાલે વોટ્સએપ પર ભાજપના આબરૂ ઉડાવતો મેસેજ મૂકતા ભાજપમાં ખળભળાટ મચ્યો છે. વાઇરલ થયેલો મેસેજમાં ચોખ્ખુ લખવામાં આવ્યું છે કે, ‘જાહેર સૂચના…મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમકે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. હું જોવુ જ છું. જેમ કે 2014 પહેલા રોડ પર ખાડાની જગ્યાએ હીરા અને મોતી નીકળતા હતા’.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત બીજા પેરેગ્રાફમાં જણાવ્યું છે કે, રસ્તા ઉપર પડેલા ખાડા રોડ રસ્તા માટે મેં નરેન્દ્ર મોદીને મત આપ્યો જ નથી. મારૂ લક્ષ્ય હતુ શ્રી રામ મંદિર, કાશ્મિરમાં 370 કલમ હટાવી, સમાન નાગરીક ધારો, આતંકવાદી મુક્ત ભારત, શાંતિ સલામતી અને અખંડ ભારતનું નિર્માણે અને આ બધુ જ કરવાના પ્રયાસો નરેન્દ્ર મોદી સરકાર કરે છે. તેનો મને આનંદ સંતોષ છે. બાકી મફતના ગાંઠિયા ખાઇને મત અપનારા મફતીયાઓની સલાહની જરૂર નથી’

વડોદરાઃ BJPના કોર્પોરેટરની ચેટ Viral, મને ખાડાના ફોટા મોકલવા નહીં

ઉલ્લેખનીય છે કે વડોદરા-અમદાવાદ અને રાજકોટ જૂનાગઢ, સુરત સહિતના રાજ્યના મહાનગરોમાં પડેલા ખાડાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા છે. ખાસ કરીને થોડા દિવસો પહેલાં જૂનાગઢના ખાડાની તસવીરોએ આશ્ચર્ય જગાવ્યું હતું. વર્ષ 2017થી રાજ્યમાં ચોમાસા બાદ તૂટતા રસ્તાની તસવીરોએ સોશિયલ મીડિયાને ગાંડુ કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ વિરુદ્ધ થયેલા પ્રચાર ‘વિકાસ ગાંડો થયો છે’,ના મૂળમાં પણ આ ખાડા જ હતા.