વડોદરાઃ બાળકોને ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય, 3 બાળકોનું અપહરણ

અટલ સમાચાર, ડેસ્ક વડોદરા શહેરમાં બાળકોની ઉઠાંતરી કરતી ટોળકી સક્રિય થઇ છે. છેલ્લા 3 દિવસમાં બાળકની ઉઠાંતરી થવાના બે બનાવો સામે આવ્યા છે, જે પૈકી લાલબાગ બ્રિજ નીચે રમતા શ્રમિકના 9 વર્ષના બાળકનું અપહરણ થતાં નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા પણ બાળકોને ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય થઇ હોવાની અફવાઓ ફેલાઇ હતી.
 
વડોદરાઃ બાળકોને ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય, 3 બાળકોનું અપહરણ

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા શહેરમાં બાળકોની ઉઠાંતરી કરતી ટોળકી સક્રિય થઇ છે. છેલ્લા 3 દિવસમાં બાળકની ઉઠાંતરી થવાના બે બનાવો સામે આવ્યા છે, જે પૈકી લાલબાગ બ્રિજ નીચે રમતા શ્રમિકના 9 વર્ષના બાળકનું અપહરણ થતાં નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા પણ બાળકોને ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય થઇ હોવાની અફવાઓ ફેલાઇ હતી. જોકે વડોદરા શહેરમાં 3 દિવસમાં 2 બનાવમાં 3 બાળકોની ઉઠાંતરી થતાં લોકો પોતાના બાળકોને લઇને ચિંતિત બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા શહેરમાં બાળકોની ઉઠાંતરી કરનાર ટોળકી સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. બે દિવસ પહેલા વાડી પોલીસ મથકની હદમાં અજાણી મહિલા 2 બાળકોને રીક્ષામાં બેસાડીને રફુચક્કર થઇ ગઇ હતી, જેથી સમગ્ર મામલો વાડી પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે ગણતરીના કલાકોમાં બંને બાળકોને અજાણી મહિલા પરત છોડી જતા મામલો રફેદફે થયો હતો, ત્યારે ફરી એક વાર બાળકની ઉઠાંતરી થવાની ઘટના સામે આવી છે. મૂળ મહેસાણાના રહેવાથી અને હાલ લાલબાગ બ્રિજ નીચે રહેતા ચંદુભાઈ દેવીપૂજકનો 9 વર્ષનોપુત્ર લાલબાગ બ્રિજ નીચે રમતો હતો, તે દરમિયાન અચાનક ગુમ થઈ જતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી, જોકે તેનો પત્તો ન લાગતાં બનાવ અંગે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.