આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલ ઇન્ટનેટ અને સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ પણ થતા હોય છે. ત્યારે આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ છે. રાજ્યના મુખ્યમંત્રીનો એક વીડિયો વાયરલ કરવા મામલે વડોદરાના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીનું પદ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી પ્રદીપ કહાર નામના યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાના દાંડીયાબજાર વિસ્તારમાં રહેતાં 32 વર્ષનો યુવક પ્રદીપ કહારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઓરિજનલ સ્પીચને એડિટ કરી હતી. સ્પીચના કેટલાક અંશોનો ઉપયોગ કરીને તેને બનાવી હતી. એટલુ જ નહિ, તેણે આ સ્પીચ સોશિયલ મીડિયા પર ફરતી પણ કરી હતી. સાયબર ક્રાઈમે તપાસ કરતા જાણવા મળ્યું કે, પ્રદીપ કહારે આ સ્પીચને એડિટ કરી બનાવી હતી. આ અંગે પોલીસે પ્રદિપ કહાર વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.આર.ખેરે જણાવ્યું હતું કે, આરોપી પ્રદિપ ડી.જેનો વ્યવસાય કરે છે. જ્યારે તેને પ્રસિદ્ધ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.આરોપી પ્રદીપના સોશીયલ મીડિયા અકાઉન્ટમાં તેને મુખ્યમંત્રીના મેકડોનાલ્ડ વાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરી દઈ વીડિયો બનાવી પોસ્ટ કર્યા છે. આ ઉપરાંત દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વીડિયો પોસ્ટ કરાયેલા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code