આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડોદરા

ગુજરાતમાં લોકડાઉનને પગલે વડોદરામાં 144મી કલમ લગાવવામાં આવી છે. શહેરમાં આ કલમનો ભંગ કરવા બદલ ગુલમીરશા મસ્જિદના મૌલવી અને ટ્રસ્ટીઓ સહિત 30 લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે. વાડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદમાં લોકડાઉનના ઉલ્લંઘનની કલમ પણ ઉમેરવામાં આવી છે. હકીકતમાં મસ્જિદમાં લોકો જાહેરનામાનો ભંગ કરીને નમાઝ પઢતા હતા એટલે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહી બદલ લોકોમાં ફફડાટ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતા મુસ્લિમ સંપ્રદાયના ધર્મગુરૂઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 21 દિવસના લૉકડાઉનનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, લોકડાઉન દરમિયાન જુમ્માની નમાજ મસ્જિદોમાં અદા કરવામાં આવસે નહીં. લોકો પોતાના ઘરમાં નમાજ અદા કરશે. કોરોનાના સંક્રમણને રોકવા માટે જે સોશલ ડિસ્ટેન્સિંગની વાત કરવામાં આવી છે તેને લઈને ધર્મગુરૂઓએ આ પગલું ભર્યું છે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક ટ્વીટ કરીને મુસ્લિમ સમુદાયના લોકોને આ અપીલ કરી છે કે લોકો જુમ્માની નમાઝ મસ્જિદોની જગ્યાએ પોતાના ઘરેથી અદા કરે. AIMIMના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરીને મુસ્લિમોને નમાજ ઘરમાં અદા કરવાની અપીલ કરી છે.

30 May 2020, 3:33 AM (GMT)

COVID-19 Global Stats

6,071,825 Total Cases
367,715 Death Cases
2,688,538 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code