વડોદરા: કોરોના પોઝીટીવ 60 વર્ષીય વેપારી અને 40 વર્ષના શંકાસ્પદ દર્દીનું મોત

અટલ સમાચાર,ડેસ્ક વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગુરૃવારે સાંજે એસએસજી હોસ્પિટલમાં કોરોનાના લક્ષણો સાથે દાખલ થયેલા ભૂતડીઝાંપા વિસ્તારના ઓટોપાર્ટના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન આજે સાંજે તેમનું મોત થયુ હતું તે સાથે વડોદરામાં કોરોનાના કારણે મોતની સંખ્યા ૭ ઉપર પહોંચી છે. આ ઉપરાંત આજે ફ્લુના
 
વડોદરા: કોરોના પોઝીટીવ 60 વર્ષીય વેપારી અને 40 વર્ષના શંકાસ્પદ દર્દીનું મોત

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગુરૃવારે સાંજે એસએસજી હોસ્પિટલમાં કોરોનાના લક્ષણો સાથે દાખલ થયેલા ભૂતડીઝાંપા વિસ્તારના ઓટોપાર્ટના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન આજે સાંજે તેમનું મોત થયુ હતું તે સાથે વડોદરામાં કોરોનાના કારણે મોતની સંખ્યા ૭ ઉપર પહોંચી છે. આ ઉપરાંત આજે ફ્લુના લક્ષણો સાથે દાખલ થયેલા ૪૦ વર્ષના યુવકનું ગણતરીના કલાકોમાં મોત થયુ હતું તેના Corona સંબધિત સેમ્પલ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવવાનો બાકી છે.શુક્રવારે બપોરે ૩.૪૦ વાગ્યે અલવા નાકાનો યુવક કોરોનાના લક્ષણો સાથે એસએસજીમાં દાખલ થયો અને સાંજે ૭.૩૦ વાગ્યે મોત થયું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એસએસજી હોસ્પિટલમાં મૃત્યુ પામનાર ૬૦ વર્ષના દર્દી અબ્દુલજબાર સુલેમાન દુધવાલા કારેલીબાગ, ભુતડીઝાંપા પાસે આવેલા પશુદવાખાના પાછળ રહેતા હતા. તેઓને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ સહિતના ફ્લુના લક્ષણો સાથે ગુરૃવારે સાંજે ૫.૧૩ વાગ્યે એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા અને સારવાર દરમિયાન આજે સાંજે ૫.૩૦ વાગ્યે તેમનું મોત થયુ હતું. તેમના કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરનું કહેવું છે કે અબ્દુલજબાર હુસૈન ૧૦ વર્ષથી ડાયાબિટિશ અને હાઇ બ્લડ પ્રેશરના દર્દી હતા. તેમનુ વજન પણ ૯૦ કિલો હતો અને બે દિવસથી તેમને ઝાડા થયા હતા એટલે આ દર્દી કો-મોરબિટિસ (કોરોના સાથે અન્ય બીમારી) સ્થિતિમાં હોવાથી તેમના પર કોરોના વાઇરસની અસર વધુ થઇ હતી. જ્યારે તેમના પરિવારજનોનું કહેવુ છે કે અબ્દુલજબાર હુસૈન ઓટો પાર્ટના દુકાન ધરાવે છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ નથી આવ્યા.

બીજી તરફ એસએસજી હોસ્પિટલમાં આજે સાંજે ૩.૪૩ વાગ્યે અલવા નાકા, સોનાપાર્કમાં રહેતા ૪૦ વર્ષના મહેશભાઇ મોહનભાઇ સોલંકીને કોરોનાના લક્ષણો સાથે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા તેની હાલત ગંભીર હતી અને સારવાર દરમિયાન સાંજે ૭.૩૦ વાગ્યે એટલે કે માત્ર ૪ જ કલાકમાં તનું મોત થયુ હતું. મહેશભાઇ ૬ વર્ષથી ડાયાબિટિશથી પણ પીડાતા હતા. તેમના કોરોના સેમ્પલ લેવાયા છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.