વડોદરાઃ ડમી કિન્નરે 1 લાખ ઉઘરાવ્યા, અસલી કિન્નરોએ જાહેરમાં વાળ કાપી નાખ્યા

અટલ સમાચાર, ડેસ્ક વડોદરામાં અસલી કિન્નરોએ નકલી કિન્નરને ઝડપી પાડીને તેને માર મારીને જાહેરમાં વાળ કાપીને વીડિયો ઉતાર્યો હતો અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે નકલી કિન્નરની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો વડોદરા શહેરમાં એક યુવકે નકલી કિન્નર બનીને એક લાખ રૂપિયાની ઉઘરાણી
 
વડોદરાઃ ડમી કિન્નરે 1 લાખ ઉઘરાવ્યા, અસલી કિન્નરોએ જાહેરમાં વાળ કાપી નાખ્યા

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં અસલી કિન્નરોએ નકલી કિન્નરને ઝડપી પાડીને તેને માર મારીને જાહેરમાં વાળ કાપીને વીડિયો ઉતાર્યો હતો અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે નકલી કિન્નરની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા શહેરમાં એક યુવકે નકલી કિન્નર બનીને એક લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ બાબતે અસલી કિન્નરોને જાણવા મળતા તેને નકલી કિન્નરને ઝડપીને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો અને ત્યારબાદ તેના વાળ કાપીને તેને પોલીસને સોંપી દીધો હતો. જો કે, પોલીસ સ્ટેશનમાં નકલી કિન્નરે અસલી કિન્નરને પોલીસની સામે તામાંચો માર્યો હોવાના આક્ષેપો કિન્નરો દ્વારા કરવામાં આવ્યા છે. નકલી કિન્નર જે કાર્ડ લઇને ફરતો હતો તેમાં અમારું અને અમારા ગુરૂનું નામ હતું. હકીકતમાં કાર્ડ લઇને ફરનાર કિન્નર નહીં પણ એક યુવક છે. તે યુવકની અમારા સમાજની અંદર કોઈ વિધિ થઈ નથી અને તે ગધેડા માર્કેટ પાસે આવેલા વુડાના એક મકાનમાં રહેતો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કિન્નર ઝોયા કુંવર બેબોએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે, આ બાબતે અમે જ્યારે પોલીસને અરજી કરી ત્યારે પોલીસે અમારી અરજીનો સ્વીકાર કર્યો નહીં અને અમને ખોટી રીતે હેરાન પરેશાન કર્યા હતા. અમે જ્યારે નકલી કિન્નરને લોકઅપમાં મળવા માટે ગયા હતા ત્યારે તેને પોલીસની સામે જ મને લાફો માર્યો હતો અને ખોટી રીતે હેરાન કરીને મારા ઘરેણા પર તોડ્યા હતા. અમારી કિન્નર સમાજની એક જ માગ છે કે, આ નકલી કિન્નર છોકરો છે તે છોકરો બનીને રહે અને જે જગ્યા પર આવ્યો છે ત્યાં પાછો જતો રહે.