વડોદરાઃ બે સગાભાઈઓ વચ્ચે 400 કરોડની મિલકતના વિવાદમાં ફાયરિંગ થયું

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટમાં પણ વડોદરામાં યાકુતપુરામાં આવેલી આશિયાના બિલ્ડિંગમાં રહેતા 40 વર્ષનાં અમીનાબાનુ નઇમ શેખ પર મંગળવારે ભરબપોરે કંકોતરી આપવાના બહાને ઘરના દરવાજા સુધી આવેલા બે શખ્સો પૈકી એકે ફાયરિંગ કર્યું હતું. જે વ્યક્તિએ મહિલા પર ફાયરિંગ કર્યું તેણે ઓઢણીની બુકાની પહેરી હતી. ફાયરિંગ કરીને બંન્નેવ એક્ટિવા પર ફરાર થઇ ગયા હતા. મહિલાને
 
વડોદરાઃ બે સગાભાઈઓ વચ્ચે 400 કરોડની મિલકતના વિવાદમાં ફાયરિંગ થયું

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટમાં પણ વડોદરામાં યાકુતપુરામાં આવેલી આશિયાના બિલ્ડિંગમાં રહેતા 40 વર્ષનાં અમીનાબાનુ નઇમ શેખ પર મંગળવારે ભરબપોરે કંકોતરી આપવાના બહાને ઘરના દરવાજા સુધી આવેલા બે શખ્સો પૈકી એકે ફાયરિંગ કર્યું હતું. જે વ્યક્તિએ મહિલા પર ફાયરિંગ કર્યું તેણે ઓઢણીની બુકાની પહેરી હતી. ફાયરિંગ કરીને બંન્નેવ એક્ટિવા પર ફરાર થઇ ગયા હતા. મહિલાને છાતી પર ગોળી વાગતા તેને સારવાર માટે સ્થાનિકો હૉસ્પિટલ લઇ ગયા હતા. આ આખી ઘટનામાં મહિલાના પતિએ 400 કરોડની મિલકતની અદાવતમાં પરિવારનાં જ કોઇ વ્યક્તિએ હુમલાખોર મોકલીને ફરાવ્યાની શંકા વ્યક્ત કરી છે.

આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાંચ પહોંચી હતી અને સીસીટીવીના આધારે હુમલાખોરોની તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, યાકુતપુરા સોડા ફેક્ટરી પાસે રહેતા નઇમ અબ્દુલ રહેમાન શેખ મંગળવારે બપોરે નર્મદા ભવન ગયા હતા. ત્યારે બપોરે 1.28 મિનીટે તેમના ઘરે એક્ટીવા લઇને ટોપી અને માસ્ક પહેરેલો એક શખ્સ તથા તેની સાથે યુવતીઓની જેમ ચહેરાને બુકાનીથી ઢાંકીને બીજો શખ્સ આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જે બાદ બંન્નેવ શખ્સો એક્ટીવા લઇને ભાગી છૂટયા હતા. તે સમયે ઘરમાં અન્ય પરિવારજનો પણ હતા. મહિલા લોહિલુહાણ થઇ જતાં લોકો ભેગા થઇ ગયા હતા અને તત્કાળ મહિલાને ખાનગી દવાખાના બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. મિલકતના ઝઘડામાં પરિવારના કોઇ સભ્યે હુમલાખોરો મોકલીને પર ફાયરિંગ કરાવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું