વડોદરાઃ MLA મધુ શ્રીવાસ્તવે બેફામ બની મિડીયાકર્મી ઉપર હુમલો કર્યો

અટલ સમાચાર, ડેસ્ક વાઘોડિયાના ભાજપી ધારાસભ્ય અને છાશવારે વિવાદમાં રહેતાં મધુ શ્રીવાસ્તવે આજે મિડીયાકર્મી ઉપર હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે પહોંચેલો અપશબ્દો બોલીને ગેરવર્તણુ કરનાર જનતાના પ્રતિનિધિનું પદ ધરાવનાર મધુ શ્રીવાસ્તવને પક્ષ, કાયદો કે વ્યવસ્થા કોઈનોય ડર હોવાનું દેખાઈ નથી રહ્યો. ત્યારે ભાજપને હાથના કર્યા હૈયા વાગ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
 
વડોદરાઃ MLA મધુ શ્રીવાસ્તવે બેફામ બની મિડીયાકર્મી ઉપર હુમલો કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

વાઘોડિયાના ભાજપી ધારાસભ્ય અને છાશવારે વિવાદમાં રહેતાં મધુ શ્રીવાસ્તવે આજે મિડીયાકર્મી ઉપર હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે પહોંચેલો અપશબ્દો બોલીને ગેરવર્તણુ કરનાર જનતાના પ્રતિનિધિનું પદ ધરાવનાર મધુ શ્રીવાસ્તવને પક્ષ, કાયદો કે વ્યવસ્થા કોઈનોય ડર હોવાનું દેખાઈ નથી રહ્યો. ત્યારે ભાજપને હાથના કર્યા હૈયા વાગ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. પક્ષમાં પદ અને પ્રતિષ્ઠા કરતા વોટબેંકને આધારિત ગમે તેવા માણસોને પ્રતિનિધિ બનાવી દીધા હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાજપના ધારાસભ્ય મીડિયા પર હૂમલો કરતા આબાદ ઝડપાઈ ગયા છે. કેમેરામાં કેદ થયેલું ભાજપના ધારાસભ્યનું આ વરવું સ્વરૂપ ખરેખર બે મિનિટ વિચારતા કરી મૂકે તેવું છે. કોના દમ ઉપર મધુ શ્રીવાસ્તવ આ દાદાગીરી કરી રહ્યો છે? શું એ ભાજપ પક્ષ, કાયદા અને વ્યવસ્થા કરતા પણ મોટો છે?