વડોદરાઃ કોરોના વાઇરસને લઇ એમ.એસ.યુનિવર્સીટીની હોસ્ટેલ ખાલી કરાઇ

અટલ સમાચાર, વડોદરા કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારે વડોદરાની એમ.એસ.યુનિવર્સીટી દ્વારા હોસ્ટેલ ખાલી કરવા સૂચનથી વિદ્યાર્થીઓએ પોતાના વતન જતા રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન બાદ ગઇકાલે મોડી સાંજે એમ.એસ.યુનિવર્સીટી દ્વારા હોસ્ટેલ ખાલી કરવા સુચન કરી દેવામાં આવ્યું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો વડોદરાની એમ.એસ.યુનિવર્સીટી હોસ્ટેલ કેમ્પસમાં હાલ
 
વડોદરાઃ કોરોના વાઇરસને લઇ એમ.એસ.યુનિવર્સીટીની હોસ્ટેલ ખાલી કરાઇ

અટલ સમાચાર, વડોદરા

કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારે વડોદરાની એમ.એસ.યુનિવર્સીટી દ્વારા હોસ્ટેલ ખાલી કરવા સૂચનથી વિદ્યાર્થીઓએ પોતાના વતન જતા રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન બાદ ગઇકાલે મોડી સાંજે એમ.એસ.યુનિવર્સીટી દ્વારા હોસ્ટેલ ખાલી કરવા સુચન કરી દેવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટી હોસ્ટેલ કેમ્પસમાં હાલ બોઇઝના 10 અને ગર્લ્સમાં 4 હોલ છે. જેમાં 2800 જેટલા બોઇઝ અને 1800 જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે. જે પૈકી નોર્થ ઈસ્ટના 281 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં 138 વિદ્યાર્થીનીઓ છે. જેમની સુરક્ષા માટે હાલ યુનિવર્સીટી સત્તાધિશો દ્વારા તાત્કાલીક અસરથી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તેમના શહેર જિલ્લામાં વાયરસની અસર ન હોય તો ઘરે જતાં રહેવા સુચન કરાયું છે. જોકે,જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા ઇચ્છે છે તેમની માટે સ્વાસ્થય સંબંધિ તમામ પ્રીકોર્શન યુનિવર્સીટી દ્વારા લેવામાં આવી રહ્યા છે. ત્યારે એમ.એસ.યુનિવર્સીટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓના મત જાણવાનો પ્રયાસ કરાયો હતો. વિદ્યાર્થીઓના મતે તો તેઓ પરિવાર સાથે રહી તેઓ હાજર ન હોય તેના કરતાં ખરાબ પરિસ્થિતી બીજી કોઇ ન હોઇ શકે.