વડોદરા: કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે વધુ એક કેસ પોઝિટિવ આવ્યો

અટલ સમાચાર, વડોદરા આજે વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આમ, વડોદરામાં કોરોના વાયરસના કુલ 9 કેસ થયા છે. આ દર્દીને યુકેથી આવેલા કોરોનાપીડિત ભાઈના સંપર્કમાં આવતા કોરોના થયો છે. આ દર્દી લંડનથી આવેલા પોતાના કોરોના પોઝિટિવ ભાઈના સતત સંપર્કમાં હતો અને હવે તે પણ કોરોનાગ્રસ્ત બન્યો છે. આમ, ગુજરાતમાં કોરોનાપીડિત દર્દીઓની કુલ
 
વડોદરા: કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે વધુ એક કેસ પોઝિટિવ આવ્યો

અટલ સમાચાર, વડોદરા

આજે વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આમ, વડોદરામાં કોરોના વાયરસના કુલ 9 કેસ થયા છે. આ દર્દીને યુકેથી આવેલા કોરોનાપીડિત ભાઈના સંપર્કમાં આવતા કોરોના થયો છે. આ દર્દી લંડનથી આવેલા પોતાના કોરોના પોઝિટિવ ભાઈના સતત સંપર્કમાં હતો અને હવે તે પણ કોરોનાગ્રસ્ત બન્યો છે. આમ, ગુજરાતમાં કોરોનાપીડિત દર્દીઓની કુલ સંખ્યા 48 થઈ છે.

ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે જેને કારણે ગુજરાતમાં 48 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે.