વડોદરા: અનાજ બજારના વેપારીને કોરોના, આખુ બજાર 6 દિવસ માટે બંધ

અટલ સમાચાર,ડેસ્ક વડોદરામાં હાથીખાના અનાજ બજારમાં એક વેપારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બજારના વહીવટદારો સતર્ક થઇ ગયા છે અને છ દિવસ માટે બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અનાજ કરિયાણાના હોલસેલ માર્કેટ હાથીખાનામાં દુકાનો સતત ચાલુ રહેતી હોવાથી કેટલાક વેપારીઓએ બે-ચાર દિવસની બ્રેક આપવા ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
વડોદરા: અનાજ બજારના વેપારીને કોરોના, આખુ બજાર 6 દિવસ માટે બંધ

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરામાં હાથીખાના અનાજ બજારમાં એક વેપારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બજારના વહીવટદારો સતર્ક થઇ ગયા છે અને છ દિવસ માટે બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અનાજ કરિયાણાના હોલસેલ માર્કેટ હાથીખાનામાં દુકાનો સતત ચાલુ રહેતી હોવાથી કેટલાક વેપારીઓએ બે-ચાર દિવસની બ્રેક આપવા ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરામાં ગઇકાલે વાસણારોડ વિસ્તારના રાજેશભાઇ ચંદવાણી નામના વેપારીને કોરોના પોઝિટિવ આવતાં આજે બજારના વહીવટદારો એક્શનમાં આવ્યા હતા અને તેમણે આગામી છ દિવસ માટે બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી બજારમાં કરાયેલી વ્યવસ્થા મુજબ સોમ, બુધ અને શુક્રવારે વેપારીઓ માલના ઓર્ડર લઇ હોમ ડીલિવરી આપતા હતા. જ્યારે,બાકીના દિવસોમાં બહારથી અનાજ લઇ આવતા વાહનો માટે માલ ઉતારવાની સવલત અપાઇ હતી.

એપીએમસીએ સુરક્ષાના કારણોસર હાથીખાના માર્કેટ આગામી તા.૧૨ થી ૧૭ સુધી સદંતર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન માર્કેટને સેનિટાઇઝ્ડ કરવામાં આવશે. જ્યારે,તા.૧૫ અને ૧૬મીએ અનાજ લઇ આવતા વાહનોને અનાજ ઉતારવાની છુટ આપવામાં આવી છે.