આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં ગઇકાલે અમદાવાદ અને વડોદરા ખાતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેમાં વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેને લઇને આજે આ સમગ્ર વિસ્તારમાં રેપિડ એકશન ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. વડોદરા શહેરના પાણીગેટમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારને રેપિડ એક્શન ફોર્સને સોંપવામાં આવ્યો છે. આ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલની ઘટના બાદ પાણીગેટ પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા શહેરનો માહોલ બગાડવા પથ્થરમારો કરાયાનો ખુલાસો થયો છે. ગઇકાલે પોલીસ દ્વારા પતરા લગાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો હતો.. જેમાં ગઇકાલે જ પથ્થરમારો કરનારા પાંચ શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા માહોલ બગાડવા પથ્થરમારો કર્યો હોવાના અનુમાનને લઇને હાલ આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code