વડોદરા: અનોખું ‘સબ્જી જ્વેલર્સ’: વેપારી વેચે છે એન્ટિક આદુ અને 18 કેરેટ ડુંગળી

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાને લઇ વડોદરામાં સોના ચાંદીનાં વેપારીએ આ મંદીમાંથી પણ બહાર આવવાનો એક જોરદાર રસ્તો શોધી નાંખ્યો છે. વડોદરાના એક જ્વેલર્સ અને બુલિયન વેપારીએ શાકભાજીનો ધંધો શરૂ કરી દીધો છે. બુલિયન વેપારીએ એપીએમસી માર્કેટમાંથી 400 કિલોગ્રામ શાકભાજી ખરીદી લાવ્યા હતા અને પડતર કિંમતે તેનુ વેચાણ કરીને તેમણે નવો ધંધો શરૂ કર્યો છે. હાલ તો
 
વડોદરા: અનોખું ‘સબ્જી જ્વેલર્સ’: વેપારી વેચે છે એન્ટિક આદુ અને 18 કેરેટ ડુંગળી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાને લઇ વડોદરામાં સોના ચાંદીનાં વેપારીએ આ મંદીમાંથી પણ બહાર આવવાનો એક જોરદાર રસ્તો શોધી નાંખ્યો છે. વડોદરાના એક જ્વેલર્સ અને બુલિયન વેપારીએ શાકભાજીનો ધંધો શરૂ કરી દીધો છે. બુલિયન વેપારીએ એપીએમસી માર્કેટમાંથી 400 કિલોગ્રામ શાકભાજી ખરીદી લાવ્યા હતા અને પડતર કિંમતે તેનુ વેચાણ કરીને તેમણે નવો ધંધો શરૂ કર્યો છે. હાલ તો તેઓ પોતાની સોસાયટી પુરતું જ લાવીને વેચી રહ્યાં છે પરંતુ તેમનું કહેવું છે કે, ભવિષ્યમાં હોમ ડિલિવરી પણ કરીશ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાના ઘડિયાળી પોળ અને કરોળિયા પોળ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ કનુભાઈ સોનીએ નવો ધંધો શરૂ કર્યો છે. તેમણે તેનું નામ સબ્જી જ્વેલર્સ આપ્યું છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢેક મહિનાથી જ્વેલર્સ માર્કેટ બંધ છે. આગામી વર્ષ સુધી આ ધંધામાં તેજી આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. જ્યારે બીજી બાજુ હાલ સેનેટાઇઝ કરેલા શાકભાજીની ખૂબ ડિમાન્ડ છે. જેથી આ ધંધામાં ઝંપલાવવાનું વિચારી રહ્યો છું. આગામી દિવસોમાં શાકભાજીની હોમ ડિલીવરી શરૂ કરાવાનો પણ વિચાર છે.

કનુભાઇ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, લૉકડાઉનમાં ઘરે રહીને કંઇક નવું કરવાનો વિચાર આવતા શાકભાજી વેચવાનું નક્કી કર્યું હતું. બે દિવસથી હું અને મારા મિત્રો એપીએમસીમાંથી શાકભાજી લાવી સીધા જ લોકોને આપીએ છીએ. તેને કારણે શાકભાજી એકદમ વ્યાજબી ભાવે મળી રહ્યું છે. આ દરમિયાન શાકભાજી વેચવાનું ચાલુ રહેશે. તેમણે શાકભાજી લેવાનાં નિયમ પણ બનાવ્યાં છે. શાકભાજી લેવા આવનારે મોઢા પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.