આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

થર્ટી ફર્સ્ટની રાત્રે વલસાડ જિલ્લામાં પોલીસની વિશેષ ડ્રાઈવમાં 500થી વધુ પીધેલા પકડાયા હતા. વલસાડ જિલ્લા પોલીસે દમણમાંથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા નશેડીઓને સબક શીખવવા પહેલેથી જ તૈયાર કરી લીધી હતી. પોલીસે પકડેલા પીધેલાઓથી જિલ્લાના પોલીસ સ્ટેશનો હાઉસફૂલ થઈ ગયા હતા. પોલીસે નશાની હાલતમાં જિલ્લામાંથી પકડાયેલા શોખીનો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

વલસાડમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીના સ્થળો અને પાર્ટીઓ પર પણ પોલીસે બાજ નજર રાખવા વિશેષ પ્લાન તૈયાર કર્યો હતો. સંઘપ્રદેશ દમણમાંથી દારૂનો નશો કરી ગુજરાતમાં પ્રવેશતા નશેડીઓને ઝડપવા માટે પણ વિશેષ ડ્રાઈવ રાખી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 500થી વધુ પીધેલાઓને પોલીસે ઝડપી લીધા હતા. આ ડ્રાઈવ અંતર્ગત દમણમાંથી નશો કરી ગુજરાતમાં પ્રવેશતા 500થી વધારે શોખીનોએ નવું વર્ષ પોલીસ સ્ટશનમાં વિતાવવાનો વારો આવ્યો હતો.

થર્ટી ફર્સ્ટના દિવસે દમણ અને દાદરા નગરહવેલીમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ ચેક પોસ્ટ અને નાકાઓ પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. વલસાડ ,પારડી અને વાપી જેવા શહેરોમાં પણ પોલીસે જાહેર રસ્તા પર સધન ચેકિંગ કર્યું હતું. નશાખોરોને ઝડપવા માટે પોલીસે બ્રેથ એનેલાઇઝર ડિવાઈસનો ઉપયોગ કર્યો હતો. સાથે નશો કરી વાહન ચલાવતા ચાલકોને પણ ઝડપી પાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code