આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, થરાદ (રમેશ રાજપૂત)

થરાદની જાણીતી હોસ્પિટલમાં ગત મોડી રાત્રે તોડફોડ સાથે ધમાલ મચી ગઇ હતી. મહિલા દર્દીને સારવાર બાદ તબિયત લથડતાં પતિ સહિતના પરિવારજનો લાલઘૂમ બન્યા હતા. ડોક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે તૂટી પડ્યા હતા. ડોક્ટરે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

થરાદમાં આવેલી જે.જે હોસ્પિટલમાં સ્થાનિક રહીશ શંકરભાઈ અજમલભાઇ રાજપૂત પોતાની પત્નીને સારવાર માટે લાવ્યા હતા. આ દરમ્યાન ઘેર પહોંચ્યા બાદ અચાનક મહિલાની તબિયત લથડી હતી. ડોક્ટરે દવા કરવામાં બેદરકારી દાખવી હોવાનું સમજી પરિવારજનો લાલઘૂમ બની ગયા હતા.

આથી ભારે નારાજગી સાથે રવિવારે મોડી રાત્રે શંકરભાઈ રાજપૂત અન્ય ઇસમો સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તોડફોડ મચાવી ગુસ્સો વ્યક્ત કર્યો હતો. થરાદ પોલીસ મથકે દાખલ ફરિયાદ મુજબ આરોપી શંકરભાઈએ હોસ્પિટલમાં મારામારી અને લુંટ કરી હોવાનું નોંધવામાં આવ્યું છે.

હોસ્પિટલના ડોક્ટર જોઇતાભાઇ પટેલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 395, 397, 400, 427 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code