brahm samaj
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

વારાહી ખાતે બ્રાહ્મણો ઉપર મુસ્લિમ વિધર્મીઓ ના હુમલામાં અસરગ્રસ્ત થયેલા મહેશભાઈને લઇને  સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સુરત ખાતેની મિટિંગમા નવા વરાયેલ પ્રમુખ જીગ્નેશ દવેની આગેવાનીમા આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી ઘટના અંગે યોગ્ય જાણકારી આપવામાં આવી હતી. અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ મૂકવામાં આવી હતી.

જેમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા, હર્ગોવન શેરવાડિયા, અનિલભાઈ શુક્લ, તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી જીતુ મહેતા, સમાજમા નવા વરાયેલાં બ્રહ્મ શિરોમણી પ્રવક્તા જાણીતા ધારાશાસ્ત્રી મનોજ જોશી, બ્રહ્મ અગ્રણી  ભરતભાઈ રાવલ, પંકજભાઈ રાવલ સાથે જોડાયા હતા.

વારાહી ખાતે બ્રાહ્મણો ઉપર વખતો-વખત હુમલાના બનાવોને લઈ સરકારી સુરક્ષા, ગામમા આરોપીઓનાના ઘરોમા કોમ્બિંગ તેમજ  હથિયારોના લાયસન્સ બાબતે યોગ્ય તપાસની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code