આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

વારંવારના હુમલાથી કંટાળી ગયેલા પરિવારો હિજરત કરવાની ગણતરીમાં :કડક કાર્યવાહીની માંગ

પાટણ જિલ્લાના વારાહી ગામે અસામાજીક તત્વોના ત્રાસથી બ્રહ્મ સમાજ લાલઘૂમ છે. વારંવારની ઘટના છતાં કાયદાના ડર વિના બેકાબૂ બનેલા તત્વોને ડામવા રજૂઆત કરવામાં આવી છે. બ્રહ્મ સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી કાઢી  જિલ્લા તંત્રને રજૂઆત કરી હતી.

 

વારાહી ગામે બ્રહ્મ સમાજ ઉપર હુમલાથી કાશ્મીર બનવા જઈ રહ્યાની વાતો ગરમાવા લાગી છે. કેટલાક દિવસોથી વારાહીના પરિવારોને અલગ-અલગ સંસ્થાના પ્રતિનિધિઓ મળી સાંત્વના આપી રહ્યા છે. આ તરફ વારંવારની ઘટનાને પગલે હિજરત કરવાની વાતો બાદ ભાગદોડ વધી ગઈ છે. આથી પરિવારોને સાથે રાખી બ્રહ્મસમાજ સહિતના હિન્દુ આગેવાનોએ પાટણ શહેરમાં રેલી કાઢી તંત્રને રજૂઆત કરી છે. જેમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને કાયદાનું શાસન જળવાઈ રહે તેની માંગ કરી છે.

23 Oct 2020, 11:29 AM (GMT)

COVID-19 Global Stats

42,086,550 Total Cases
1,144,255 Death Cases
31,232,416 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code