આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

હિન્દુ સમાજ ઉપરના હુમલાના વિરોધમાં તાલુકા મથકે તંત્રને રજૂઆત કરી ન્યાયની માંગ કરી

પાટણ જિલ્લાના વારાહી મથકે તાજેતરમાં બ્રહ્મ સમાજના યુવકો ઉપર હુમલાને લઇ વાતાવરણ ગરમાયું છે. ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર રેલી અને આવેદનપત્ર આપવાના શરૂ થયા છે. બ્રહ્મ સમાજ સહિતના હિન્દુ અગ્રણીઓએ તંત્રને રજૂઆત કરી ન્યાયની માંગ સાથે ઘટનાને વખોડી કાઢી હતી.

વારાહીમાં નિર્દોષ યુવકો ઉપર અસામાજિક તત્વોનો હિચકારો હુમલો સામાજિક ચળવળ ઉભી કરી રહ્યો છે. બ્રહ્મ સમાજના બે ત્રણ યુવકોને હથિયારધારી તત્ત્વોએ અગાઉની ફરિયાદની અદાવતમાં જાહેરમાં માર મારતા લોક રોષ ભભૂકી ઉઠયો છે. છેલ્લા કેટલાક દિવસોથી પીડિત પરિવારોની મુલાકાત લેવા હિન્દુ અગ્રણીઓ આગળ આવી રહ્યા છે. આ તરફ હિજરત કરવાની વાત બહાર આવતા બ્રહ્મસમાજ પીડિતોની સાથે ઉભો રહેવા આગળ આવ્યો છે. જેથી ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકા મથકોએ બ્રહ્મ સમાજ સહિતના આગેવાનોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વિધર્મી અને અસામાજિક તત્વોને કાયદાના સકંજામાં લઇ હિંદુ પરિવારોને સુરક્ષા આપવાની માંગ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code