આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે ખોડીયાર માતાજીનો ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં આજુ બાજુના ગામોના મોટા ભાગના લોકો માતાજીના દર્શનાર્થે આવે છે. વરાણા ખાતે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવાસેતુ કાર્યક્રમનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મામલતદાર સમી ર્ડા.સુપ્રીયા ગાંગુલી તથા તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
વરાણા મેળાની વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અન્વયે લાભાર્થી પરિવારોને ગેસ કનેકશન આપવાની યોજના તેમજ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરેલ એ.પી.એલ. રેશનકાર્ડ ધારકોને કેરોસીન આપવા યોજનાની માહિતી પુરી પાડવા માટે સ્ટોલનું આયોજન હાથ ધરવામાં આવેલ. જેમાં મામલતદાર કચેરીના પુરવઠા શાખાનો સ્ટાફ અને સમી તાલુકાની ગેસ એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહી યોજનાની સમજ આપવામાં આવી હતી.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ માં લોકો ઇ.વી.એમ. તથા વી.વી.પેટ મશીનની જાણકારી ઉપલબ્ધ બને તે માટે કેમ્પસમાં ચૂંટણી સ્ટાફ તેમજ માસ્ટર ટ્રેનર ઉપસ્થિત રહી ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનમાં પ્રજાને મોક પોલીંગ કરાવી સંપૂર્ણ જાણકારી આપી તેમજ મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી.

30 Sep 2020, 5:25 AM (GMT)

COVID-19 Global Stats

33,844,178 Total Cases
1,012,659 Death Cases
25,148,403 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code