વરણી@ગાંધીનગર: “આપ” જીલ્લા યુવા પ્રમુખ તરીકે રાજેન્દ્ર બારોટને સુકાન

અટલ સમાચાર, ગાંધીનગર આમ આદમી પાર્ટીનુ ગુજરાત એકમ દિલ્હીની જીત બાદ વધુ મજબૂત બનવા તરફ છે. જેમાં કાર્યકરોને મોટી સંખ્યામાં જોડી શકે તે માટે નેતૃત્વ પસંદગીનો દોર શરૂ થયો છે. આથી રાજ્યના પાટનગર ગાંધીનગર જીલ્લા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ તરીકે રાજેન્દ્ર એમ.બારોટની વરણી કરવામાં આવી છે. વ્યવસાયે વકીલ અને વહીવટી-રાજકીય જાણકાર રાજેન્દ્ર બારોટની પસંદગી
 
વરણી@ગાંધીનગર: “આપ” જીલ્લા યુવા પ્રમુખ તરીકે રાજેન્દ્ર બારોટને સુકાન

અટલ સમાચાર, ગાંધીનગર

આમ આદમી પાર્ટીનુ ગુજરાત એકમ દિલ્હીની જીત બાદ વધુ મજબૂત બનવા તરફ છે. જેમાં કાર્યકરોને મોટી સંખ્યામાં જોડી શકે તે માટે નેતૃત્વ પસંદગીનો દોર શરૂ થયો છે. આથી રાજ્યના પાટનગર ગાંધીનગર જીલ્લા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ તરીકે રાજેન્દ્ર એમ.બારોટની વરણી કરવામાં આવી છે. વ્યવસાયે વકીલ અને વહીવટી-રાજકીય જાણકાર રાજેન્દ્ર બારોટની પસંદગી થતાં “આપ”ની યુવા પાંખ મજબૂત બને તેવી પ્રબળ સંભાવના ઉભી થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેર અને જીલ્લામાં આમ આદમી પાર્ટી આગામી રાજકીય ગણતરીને લઇ ચોક્કસ દિશામાં છે. જેના ભાગરૂપે જાણકાર અને બાહોશ યુવા નેતૃત્વ તૈયાર કરવા મથામણ શરૂ થઇ છે. આ તબક્કામાં પાર્ટીએ ખાસ કરીને યુવા મતદારો અને તેમનો મિજાજ પારખી નેતૃત્વ પસંદગીમાં જોર લગાવ્યુ છે. આવી સ્થિતિમાં ગાંધીનગર જીલ્લા યુવા પ્રમુખ તરીકે રાજેન્દ્ર બારોટની વરણી કરવામાં આવી છે. મૂળ બનાસકાંઠા જીલ્લાના રાજેન્દ્ર બારોટ વ્યવસાયે વકીલ છે.

વરણી@ગાંધીનગર: “આપ” જીલ્લા યુવા પ્રમુખ તરીકે રાજેન્દ્ર બારોટને સુકાન

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાનમાં ઉતરવા કવાયત હાથ ધરી છે. આ અરસામાં પ્રદેશભરમાં નિયુક્તિનો દોર યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. પાર્ટીએ ગાંધીનગર જીલ્લા યુવા પ્રમુખ તરીકે રાજેન્દ્ર બારોટની આગામી 30-4-2021 સુધી પસંદગી કરી નિમણુંક આપી છે. જેમાં ગુજરાતની રાજનિતીક ક્રાંતિને સફળ બનાવવા ભાગીદારી સુનિશ્ચિત કરવા જણાવ્યુ છે.