અટલ સમાચાર, મહેસાણા
ભારત દેશમાં હાલમાં કઠીન નિર્ણયોનો ત્વરીત અમલ કરવામાં કેન્દ્ર બદલાવની કામગીરી કરી રહી છે. ત્યારે તાજેતરમાં સવર્ણ જ્ઞાતિઓના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શિક્ષણ અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની શિક્ષણની સાથે નોકરીઓમાં 10 ટકા અનામતના જોગવાઈ કરતો 124મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો.
સંસદના રાજ્યસભા અને લોકસભામાં પસાર થતા આ ઐતિહાસિક નિર્ણયને કેન્દ્ર સરકાર તેમજ મહેસાણા સાંસદ જયશ્રીબેન પટેલને આભાર માનવા મહેસાણા જિલ્લાના વિવિધ જ્ઞાતિઓના સંગઠનો આવ્યા હતા. અને તેમને સાંસદે વિસ્તારપૂર્વક સમજ પૂરી પાડી હતી.
જિલ્લાના નીચેના સંગઠનો પુષ્પગુચ્છ સાથે સાંસદનો આભાર માન્યો
- મહેસાણા જિલ્લા યુવા રાજપુત સમાજ, ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ, પીલવઈ રાજપૂત સમાજ, રાજપૂત સમાજ વિસનગર
- સમસ્ત બ્રહ્મ સમાજ-મહેસાણા, હિંદીભાષી બ્રાહ્મણ સમાજ, મહિલા બ્રહ્મ સમાજ, બ્રહ્મ સમાજ વિસનગર
- બાવીસી કડવા પાટીદાર સમાજ-વિસનગર, ચોર્યાસી કડવા પાટીદાર-ન્યાય સમિતિ મહેસાણા, વિસનગર પાટીદાર સમાજ, ચોર્યાસી કડવા પાટીદાર પ્રગતી મંડળ મહેસાણા
- ઊંઝા જૈન સમાજ, લીંચ પાંજળોપોળ સમાજ
- ઉત્તર ભારતીય સેવા સમાજ-મહેસાણા, મહેસાણા જિલ્લા મુસ્લિમ સમાજ
- ગુપ્તા સમાજ-મહેસાણા, કંસારા સમાજ-મહેસાણા